Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

મોડાસા તાલુકાના શણગાલ-ટીંટોઈ નજીક કારમાંથી 1.76 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

મોડાસા:તાલુકાના શણગાલ-ટીંટોઈ માર્ગે થી પસાર થતી એક બ્રેઝા કારમાંથી રૂ.૧.૭૬ લાખની કિંમતનો વિદેશી દારૂ જિલ્લા એલસીબી એ ઝડપી પાડયો હતો. જોકે આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બુટલેગરો પોલીસને થાપ આપી ભાગી છુટયા હતા.પોલીસે બ્રેઝા કાર અને વિદેશી દારૂની ૮૧૮ બોટલો સહિત કુલ રૂ.૬.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી રૂરલ પોલીસને હવાલે કરાયો હતો.

અરવલ્લી એલસીબી ની ટીમ દ્વારા ઈન્સ્પેકટર સી.પી.વાઘેલા ની રાહબરી હેઠળ પંથક વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરાયું હતું. દરમ્યાન પોલીસ ટીમને કુડોલ ઘાંટા નજીક થી દારૂ ભરેલ કાર પસાર થવાની બાતમી મળી હતી. એલસીબી ટીમ દ્વારા તાબડતોડ ટીંટોઈ-શણગાલ માર્ગે નાકાબંધી કરી દેવાઈ હતી. એટલીવારમાં માર્ગે થી બ્રેઝા કાર નં.જીજે.૦૧.આર.એક્સ ૨૩૮૧ આવી પહોંચતાં આ કારને અટકાવાઈ હતી.

 

(5:40 pm IST)