Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

બનાસકાંઠા જીલ્લાના ઉણ પુલ ઉપર ટ્રેલરે આગળ જતી કારને ઠોકર મારતા કારનો ભુક્કો બોલી ગયોઃ ડ્રાઇવરને ઇજા થતા સારવારમાં

બનાસકાંઠા: બનાસકાંઠામાં કાર અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. ત્યારે કારના ડ્રાઈવરને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જો કે, ઘટનાને પગલે 108 તેમજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લાના ઉણ પુલ પર અકસ્માતની ઘટના સામે આવી છે. થરા રાધનપુર નેશનલ હાઈવે નંબર 27 પર આવેલા ઉણ પુલ ઉપર ટ્રેલરે આગળ જતી કારને ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટનામાં ટ્રેલરની ટક્કરથી કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. ટ્રેલર ધડાકાભેર કાર સાથે અથડાતા કાર ડ્રાઈવરને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારે અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા.

જો કે, ધડાકાભેર અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર એકત્રીત થયેલા ટોળા દ્વારા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તેમજ 108 નો સ્ટાફ અકસ્માતના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ 108 ની મદદથી પોલીસે અકસ્માતમાં ઇજાગ્રસ્ત કાર ડ્રાઈવરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(5:31 pm IST)