Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

આઈપીએસ, જીપીએસ બઢતી બદલીના વિલંબની સાઈડ ઈફેકટની જાણવા જેવી રસપ્રદ કથા

રથયાત્રાના સસ્પેન્સને લીધે થતી ઢીલ હવે મહત્વના સ્થાનો માટે દાવેદારો વધારતી જાય છે, હવે ઘણા સ્પેશ્યલ કેશમાં તાત્કાલિક મનગમતી જગ્યા મેળવવા અનૈતિક નીતિરીતિ અજમાવતા ગૃહમંત્રી સુધી રજૂઆત માટે તજવીજ : કાયદો વ્યવસ્થા સામે પ્રશ્ન સહિત દારૂ સહિતના દુષણ વિગેરે સામે પોલીસ તંત્રનો અનુભવ ધરાવતાં આપ પાર્ટી પ્રમુખ દ્વારા મુદ્દો બનાવવા ચાલતી તૈયારીઓ સામે વિના વાંકે સાઈડ લાઈન આઈપીએસ કે જીપીએસ અધિકારીઓને ફિલ્ડમાં મૂકવા એજ ઉપાય હોવાનો સલાહકારો દ્વારા સલાહ

રાજકોટ તા.૨૮: અમદાવાદની ઐતિહાસિક અને પોલીસ બંદોબસ્તની દ્રષ્ટિએ દેશમાં બીજા નંબરના બંદોબસ્તવાળી રથયાત્રા આડે હવે ૧૪ થી ૧૫ દિવસ બાકી છે,તેવા સમયે રથયાત્રા નીકળશે કે કેમ ? તેવા સસ્પેન્શને કારણે પોલીસ તંત્રમાં આઇપીએસ અને જીપીએસ લેવલે કરવાની બઢતી બદલી માટે પણ સસ્પેન્સરૂપ બનવા સાથે અફવાઓ અને ચર્ચાનો દોર લંબાતો જાય છે.                                         

યોગાનું યોગ તો જુઓ બઢતી પામનાર એસપીઓ ની સંખ્યા ૧૩ છે એટલે વિલંબનું કારણ ઘણા ગૃહ મંત્રાલય માફક આ આંકને માને છે,છે ને નવાઈની વાત. વિલંબની આડ અસર વર્ણવતા ઘણા અનુભવી અફસરો રસપ્રદ ચર્ચા કરે છે,ગુજરાતના એક મહત્વના અને હંમેશ આકર્ષણરૂપ બનેલ આ શહેરના સર્વે સર્વા માટે સિનિયર આઇપીએસ નામ સાથે દિલ્હી દરબાર સાથે સીધા સંપર્ક ધરાવતા આઇપીએસ કે જેવો સ્થાનિક વગદારો સાથે ઘરોબો ધરાવે છે તેઓની સાથે સાથે હવે કેન્દ્રીય મંત્રીના વિશ્વાસુને કારણે આ મહત્વના શહેરમાં ઘણા સલાહકારોની સલાહ અવગણીને પોસ્ટીંગ મેળવવામાં સફળ થયા બાદ ગમે તે કારણે લાંબુ ટકી ન શકયા,હવે તેઓ દ્વારા પોતાની વફાદારી આગળ કરી કેન્દ્ર પાસે પોતાને મૂળ સ્થાને મુકાવવા માંગણી કર્યાની ચર્ચા આઇપીએસ વર્તુળોમાં ચાલે છે.                                    

 મહત્વના શહેરોમાં પોસ્ટીંગ માટે ધીરજ ખોઈ ચૂકેલા હવે ચોકકસ અફસરો બદલીના ઘાણવા પહેલા હટે તેવા સનિષ્ટ નહિ નીમ્ન સ્તરના પ્રયાસો શરૂ કર્યા છે,ઘણા સજજન અધિકારીઓ વિરૂદ્ધ ગાંધીનગર સુધી  કાનમાં ઝેર રેડવાની રમત ચાલી રહ્યાની ચર્ચા જોર પકડી રહી છે, આવી પ્રવૃત્તિ સામે  ગૃહમંત્રી સુધી ફરિયાદ પોચાડવા તજવીજ ચાલી રહી છે.                                        

 ટોપ ટુ બોટમ ફેરફાર હવે આગામી વર્ષના અંતે યોજાનાર વિધાનસભા ચૂંટણી કેન્દ્રમાં રાખીને જ કરવાના હોવાથી રાજ્ય સરકાર તેને માટે દરેક દરેક બાબતો ખાસ કરીને પીએસઆઈ હોય કે આઇપીએસ જે સ્થળે મુકાય તેવા સમયે તેની અસર કેવી પડે, કેટલો ફાયદો, કેટલું નુકશાન ? આ બધું વિચારવું પડે.                                   

આપ અને કોંગ્રેસ દ્વારા કાયદો અને વ્યવસ્થા,દારૂ અને ડ્રગ્સ જેવા મુદ્દે ચૂંટણી સમયે પ્રહાર કરે ત્યારે તેવા સમયે ફિલ્ડમા ચૂંટણી પહેલાં બધું કંટ્રોલમાં રાખે તેવા નાનામોટા અફસર જોઈએ,માત્ર એક મુદ્દાનો કાર્યક્રમ ચલવાનાર જોખમરૂપ બને તેવી પણ સલાહ મળી રહી છે.          

  આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પોલીસ તંત્રમાં ફરજ બજાવી ચુકયા હોવાથી ફિલ્ડમા અને સાઈડમા કોણ છે તે બાબત ઉજાગર કરે તેવી ભિતી છે, એક મત એવો છે કે નિષ્ઠાવાન અધિકારીઓ તે પછી આઇપીએસ હોય કે જીપીએસ તેમના ગુણ દોષ જોઈ બહાર કાઢવા જોઈએ, આ બધી બાબતો સાથે જિલ્લામાં એસપી તરીકે  પોસ્ટીંગ  શીર દર્દ છે.

(3:43 pm IST)