Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કોરોનાકાળની કરૂણાંતિકા વૈશ્વિક સ્તરે અદ્દભૂત કલાકૃતિ સાથે શબ્દ દેહ પામશે, અદ્ભુત પુસ્તક પ્રગટ થશે

દેશની જાણીતી ક્રિયા આર્ટ ફાઉન્ડેશન દ્વારા વિશ્વભરના ચિત્ર કલાકારોને નિમંત્રણઃ અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશ્નર અજયકુમાર ચોધરીને નિમંત્રણઃ પ્રેરણારૂપ પત્ની જાણીતા વિડિયો સિંગર દીપશિખાની મદદથી ચિત્ર અને ભાવના પ્રગટ કરવા સજજ

રાજકોટ, તા.૨૮:  કોરોના મહામારી આ સદીમાં કોઈએ અનુભવ્યાની વાત તો દૂર કોઈ દ્વારા પોતાના વડવાઓ પાસે પણ આ વિષે સાંભળ્યું ન હતું, આ કપરી મહામારીમાં લોકોએ જે યાતના ભોગવી, લોકડાઉનને કારણે જે દુનિયાભરમાં  સ્થિતિ સર્જાઈ તે બધી બાબતો પોતાના અદભૂત ચિત્રોના માધ્યમથી કંડારવા માટે વિશ્વભરના જાણીતા ચિત્રકારોના ચિત્રો અને તેમના અનુભવનું ટુંકુ છતાં સુંદર વિવરણ પુસ્તક પ્રગટ થવાનું છે તે માટે ગુજરાતના સિનિયર આઇપીએસને આમંત્રણ મળતાં આઇપીએસ વર્તુળો,પોલીસ તંત્ર સહિત વિશાળ શુભેચ્છકોમા હર્ષની લાગણી ફેલાવા પામી છે.               

 હૈદ્રાબાદ સ્થિત નહિ નફો નહિ નુકશાનના ધોરણે કામ કરતા ક્રિયા આર્ટ  ફાઉન્ડેશન દ્વારા આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ,અધ ધ ધ લોકોએ જે રીતે જીવ ગુમાવ્યા,રોજગાર ગુમાવ્યા વિગેરે સંવેદના ચિત્ર મારફત કંડારી તેને શબ્દ દેહ આપવા માટે પણ સંસ્થા દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. અમદાવાદના જોઇન્ટ કમિશનર અજય કુમાર ચોધરી દ્વારા ગુજરાતના પ્રતિનિધિરૂપે અદભૂત ચિત્ર તૈયાર કરી પુસ્તક માટે મોકલવામાં આવનાર છે, આ ભગીરથ પ્રોજેકટ માટે જેમના વિડિયો આલ્બમ ધૂમ મચાવે છે તેવા તેમના ધર્મપત્ની દીપ શિખા બેન પણ હર હંમેશ માફક પ્રેરણારૂપ બન્યા છે.

(3:42 pm IST)