Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ભારત તિબ્બત સમન્વય સંઘના પ્રદેશ મહીલા અધ્યક્ષ તરીકે ડો. મૃણાલીની ઠાકરની વરણી

રાજકોટ તા. ૨૮ : ભારત તિબ્બત સમન્વય સંઘએ ભારત અને તિબ્બતના સંબંધોને મજબુત બનાવવા માટે સંકલન અને સમન્વય કરતી નોન પ્રોફીટ ઓર્ગેનાઇઝેશન છે. જેનો ઉદેશ્ય તિબ્બતનું સમર્થન અને તેની આઝાદી માટે કૈલાસ માનસરોવરની મુકિત અને ભારતની સુરક્ષા માટેનો છે.

ભારત તિબ્બત સમન્વય સંઘના મહિલા વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી રૂચી ચતુર્વેદીજીની સહમતીથી ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ભાવેશ જોશી (બાપજી) દ્વારા રાજકોટના પ્રખર સમાજ સેવીકા અને કણસાગરા મહિલા કોલેજના એસોસીએટ પ્રો. ડો. મૃણાલીની પંકજકુમાર ઠાકરની મહિલા વિભાગ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુંક જાહેર કરતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

વર્તમાન ભારત તિબ્બત સમન્વય સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતની સુપ્રિમ કોર્ટના સેવા નિવૃત્ત ન્યાયધીશ શ્રી જ્ઞાનસુધા મિશ્રાજી અને ઉપાધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત એર વાઇસ માર્શલશ્રી ઓ. પી. તિવારી તેમજ સેવા નિવૃત્ત મેજર જનરલ શ્રી નિલેન્દ્રકુમારજી અને મહામંત્રી તરીકે રાજસ્થાન હાઇકોર્ટના વરીષ્ઠ ધારાશાસ્ત્રી સૌરભ સારસ્વત છે.

ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ તરીકે નિમાયેલા ડો. મૃણાલીનીબે ઠાકરનો ટુંકો પરિચય જોઇએ તો તેઓ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે ૧૯૮૩ થી સંકળાયેલા છે. સ્થાનિક કક્ષાએથી માંડીને રાષ્ટ્રીય સ્તર સુધીની જવાબદારીઓનું વહન કરેલુ છે. સામાજીક કાર્યોથી લોકોની મુશ્કેલીઓ દુર કરવા પ્રયત્નો કરેલા છે.

(3:40 pm IST)