Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ? : લાલા દરવાજા બજારમાં લોકો બિંદાસ :ભીડ ઉમટી

લોકો માસ્ક પહેર્યા વિના સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતા ખરીદી કરવા ઉમટ્યા

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સતત 150થી પણ ઓછા કેસ નોંધાય છે. જેના લીધે સરકારે ધીમે ધીમે ક્રમશ છૂટમાં વધારો કર્યો છે. જેથી ધંધા રોજગાર પાટા પર આવી શકે છે. પરંતુ સાથે સાથે કોરોનાના નિયમોનું પાલન કરવાની જરૂરથી સૂચના આપી છે. પરંતુ લોકો નિયમો નેવે મૂકીને બિન્દાસ બની ગયા છે.

  અમદાવાદના  ત્રણ દરવાજા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે. આ લોકો માસ્ક પહેર્યા વિના સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે. આ દ્વશ્યો જોઇને એવું લાગી રહ્યું છે આ લોકો ખુલ્લેઆમ કોરોનાની ત્રીજી લહેરને જાણે આમંત્રણ આપી રહ્યા હોય. !

(1:30 pm IST)