Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

અમદાવાદમાં માણી શકાશે જાપાનીઝ પરંપરા અને સંસ્કૃતિનો નજારોઃ ખુલ્લું મૂકાયું ઝેન ગાર્ડન

અમદાવાદના AMAમાં ઝેન ગાર્ડન અને કૈઝન એકેડેમીનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરવામાં આવ્યું હતું: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદઘાટન કરાયું હતું : અમદાવાદીઓને ઘર આંગણે જોવા મળશે જાપાનીઝ સંસ્કૃતિ અને કળા

અમદાવાદ, તા.૨૮: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશનના સંકુલમાં જાપાનીઝ પરંપરા, કલા, સંસ્કૃતિના નજારો જોઈ શકાશે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ સંકુલમાં અનોખા ઝેન ગાર્ડન અને કૈઝન એકેડેમીનું વર્ચ્યુઅલી ઉદઘાાટન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાલ મોદીએ રવિવારે પ્રતિષ્ઠિત અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશન (AMA)ના સંકુલમાં ઝેન ગાર્ડન અને કૈઝન એકેડેમીનું ઉધ્દ્યાટન કર્યું હતું. ઝેન ગાર્ડન રેડ બ્રિજ ગુઝેઈ, શોજી ઈન્ટિરિયર, ગ્લોરી ઓફ તોરી થ્રીડી આર્ટ મ્યુરલ ફ્યૂઝશન ચબૂતરો જેવા કેટલાક પરંપરાગત જાપાનીઝ રોમાંચક અંશ ધરાવે છે. જેમાં કોઈનબારી, ટાકી વોટરફોલ સુકુબાઈ બેસિન, કિમોનોસ્ક્રોલ જેવી લોકપ્રિય બાબતોનો સમાવેશ કરાયો છે અને તેનું કૈઝન હોલમાં બેકલીટ નિહોંગો પેઈન્ટિંગથી સુશોભન કરાયું છે, જે જોવાલાયક છે. ગાર્ડનની આસપાસ યોસોકો બોનસાઈ પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યું છે.

AMA ખાતે IJFA ગુજરાતના પ્રમુખ તેમજ જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટરના સ્થાપક મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ખ્પ્ખ્માં આવેલું ઝેન ગાર્ડન-કૈઝન એકેડેમીનું નિર્માણ એ જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર અને ઈન્ડો જાપાન ફ્રેન્ડશિપ અસોસિએશન (IJFA)નું અનોખું સર્જન છે. જેને હ્યોગો ઈન્ટરનેશનલ અસોસિએશન (HIA), જાપાનનો સહયોગ પ્રાપ્ત થયો છે. જેને શ્રીમતી પદ્મા જયકૃષ્ણ જાપાનીઝ ઝેન ગાર્ડન નામ આપવામાં આવ્યું છે. તેના મારફતે 'હમેંશા ઉત્કૃષ્ટતા માટેની ભાવના ધરાવતા જાપાનીઝ સોફ્ટ સ્કીલ અને બિઝનેસ કલ્ચરની ભાવના વ્યકત કરાઈ છે'.

ઈકોનોમિક કો-ઓપરેશન કાઉન્સિલ અને IJFAના ચેરમેન તેમજ કેએચએસ મશીનરી લિમિટેડના એમડી યતિન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, 'AMA ખાતે કેએચએસ મશીનરી કેઝન એકેડેમીના કેઝન હોલનું ઝગમગાટ ધરાવતું વાતાવરણ ધરાવતા અને ઉત્કૃષ્ટ સુંદરતા ધરાવતું ઝેન કૈઝન પરંપરાગત જાપાનીઝ ઝેન ગાર્ડન જાપાનની કલા અને સંસ્કૃતિના વિવિધ અંશ ધરાવતા જાપાનના સુંદર કુદરતી દ્રશ્યો તેમજ સ્થાપત્યનો ઝમકદાર રંગોમાં પરિચય કરાવે છે'.

આ પ્રસંગે હ્યોગો પર્ફેકચરના ગવર્નર તોશીઝોઈડો, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ ભારત ખાતેના જાપાનના ભૂતપૂર્વ એમ્બેસેડર સુજન આર. સિનોય હાજર રહ્યા હતા.

આ પ્રસંગે શુભેચ્છા પાઠવનાર મહાનુભાવોમાં જાપાનમાં ભારતના એમ્બેસેડર સંજય કુમાર વર્મા અને વિદેશ મંત્રાલયના એડવાઈઝર (જાપાન) અશોકકુમાર ચાવલાનો સમાવેશ થાય છે. AMAદ્ગક્ન વાઈસ પ્રેસિડેન્ટ દિવ્યેશ રાડીયાએ જણાવ્યું હતું કે, હ્યોગો પર્ફેકટરસ ગવર્મેન્ટના હ્યોગો ઈન્ટરનેશનલ અસોસિએશને અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશને ગાર્ડન પ્રોજેકટ માટે વિવિધ અનોખી ભેટ આપી છે'.

(10:23 am IST)