Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સેવા કરવા સતા નહીં જોઈએ :"આપ ' એ રસ્તા રિપેરિંગની કામગીરી કરી સરકારનું નાક કાપ્યું

ગારિયાધારમાં રોડ રસ્તા પર પડેલા ખાડા તંત્ર દ્વારા રિપેર નહીં કરાતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રિપેર કરવાની કામગીરી કરાઈ

ગારિયાધાર શહેરમાં ચોમાસા દરમિયાન રોડ રસ્તા પર પડેલા ખાડા તંત્ર દ્વારા રિપેર નહીં કરાતા અંતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગારિયાધાર શહેરમાં રસ્તાનું નિર્માણ થયે ભલે મહિનો થયો હોય કે પછી વર્ષ પરંતુ જાણે તમામ કાર્યો કે જેમા નબળી ગુણવત્તા જાણે સામાન્ય હોય તેમ મહત્વના શહેરના રસ્તાઓમાં પડી ગયેલ ખાડાઓ ન.પા. તંત્રની બેદરકારી તથા ખાયકીની ચાડી ખાતા હોય તેમ નજરે ચડે છે અને અવાર-નવાર વાહન ચાલકો તથા રાહદારીઓ ભોગ પણ બનતા હોય છે

જ્યારે આમ આદમી પાર્ટી કે જેમનું આયોજન ગારિયાધાર શહેરની પ્રજાની ચિંતાઓ દુર કરવા હેતુનું રહેલું છે તેમના દ્વારા રસ્તાના ખાડાઓ રિપેરીંગ કરવાનું કાર્ય પ્રારંભ કરી ન.પા. તંત્ર કે જેમનું મેન્ટેનન્સનું લાખો રૃપિયાનું બજેટ છે તેમની બેદરકારીની પોલ જાણે છતી કરી હોય તેવો ઘાટ ઘડાયો હતો. ભુતકાળમાં પણ અતિ આધુનિક સુવિધાયુક્ત ૧૦૦ બેડનું કોવિડ સેન્ટર પણ ગારિયાધાર તાલુકા તથા આસપાસના ગામોના દર્દી હેતુ આ પાર્ટી દ્વારા વિનામૂલ્યે ખોલવામાં આવેલ હતું.

(10:31 pm IST)