Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ગુજરાતમાં ૨૦૧૪માં નોટામાં ચાર લાખથી વધારે મતો પડ્યા

દાહોદમાં ૩૨૩૦૫ મત નોટામાં પડ્યા હતા : ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો ચોકઠાઓ ગોઠવવામાં વ્યસ્ત બન્યા : ગઠબંધનો બનાવવાની કવાયત

અમદાવાદ,તા. ૨૮ : દેશમાં વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. દેશના જુદા જુદા રાજ્યોમાં રાજકીય પક્ષો ચોકઠાઓ ગોઠવી રહ્યા છે. ભાજપની સામે સગવડિયા ગઠબંધનો બનાવવાની કવાયત ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ ૨૬ બેઠકો જાળવી રાખવાની કવાયત કરી રહ્યુ છે. આ તરફ કોંગ્રેસ પાર્ટી ૨૬માંથી વધુને વધુ બેઠકો આંચકી લેવા માટે પ્રયાસ કરી રહી છે. ચૂંટણીના પ્રારંભી થઇ રહેલા ચકરાવાની વચ્ચે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની કેટલીક રસપ્રદ થઇ રહેલી બાબતો આંકડાના માધ્યમથી સ્પષ્ટ થઇ રહી છે. લોકસભાની વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં ચાર લાખ ૪૦ હજાર ૮૧૦ ગુજરાતી મતદારોએ ૨૬ લોકસભા બેઠકોમાં નોટામાં મત નાંખ્યા હતા. દાહોદ લોકસભા બેઠક પર સૌથી વધારે ૩૨૩૦૫ મત નોટામાં પડ્યા હતા. જામનગર લોકસભા બેઠક પર ૬૫૮૮ મત સૌથી ઓછા નોટામાં પડ્યા હતા. લોકશાહીમાં મતદાન એ સૌથી મોટો અધિકાર મતદારોને મળેલ છે. મતદારોએ પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. મતદાર એ લોકશાહીના પ્રાણ તરીકે છે. લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા આપણા ભારત દેશમાં મતદાનને પવિત્ર ઉપજ ગણવામાં આવે છે. આ અંગે રાજકીય વિશ્લેષક અને ભાજપના નેતા ડો. જગદીશ ભાવસારને પુછવામાં આવતા તેઓએ કહ્યુ હતુ કે ચૂંટણીમાં દરેક મતદારોઅપક્ષ અને નોટાને મત કરવાથી દુર રહીને રાજકીય પાર્ટીના ઉમેદવારને જ મતદાન કરવુ જોઇએ અને લોકશાહીની સુરક્ષા કરવી જોઇએ. મતદાન ખુબ ઉપયોગી બાબત છે. તેમણે ભારતના ઉજ્જવળ ભાવિના નિર્માણ માટે અચુક મતદાન કરવા તમામ મતદારોને અપીલ કરી હતી. છેલ્લી લોકસભાની ચૂંટણી પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં નોટામાં પણ મોટી સંખ્યામાં મત પડ્યા હતા. દાહોદ લોકસભાની બેઠક પર સૌથી વધારે સંખ્યામાં મત નોટામાં પડ્યા બાદ આની ચર્ચા રાજકીય પંડિતોમાં જોવા મળી હતી. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં જોરદાર દેખાવ કરવા માટે પોત પોતાની રણણિતી પર કામ કરવાની શરૂઆત કરી દેવાઇ છે.

નોટામાં કેટલા મત પડ્યા હતા

છેલ્લી ચૂંટણીમાં કઇ બેઠક પર કેટલા મત નોટામાં

        અમદાવાદ,તા. ૨૮ : વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લી ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં નોટામાં પણ મોટી સંખ્યામાં મત પડ્યા હતા. ગુજરાતમાં લોકસભાની કઈ બેઠક પર કેટલા મત નોટામાં પડ્યા હતા તેનું ચિત્ર નીચે મુજબ છે.

લોકસભા બેઠક................................................................... નોટામાં પડેલા મત

કચ્છ (એસસી..................................................................................... ૧૬૮૭૯

બનાસકાંઠા......................................................................................... ૧૭૩૦૭

પાટણ................................................................................................ ૧૨૦૬૧

મહેસાણા............................................................................................ ૧૧૬૧૫

સાબરકાંઠા.......................................................................................... ૨૨૩૩૪

ગાંધીનગર......................................................................................... ૧૨૭૭૭

અમદાવાદ (પૂર્વ)................................................................................ ૧૪૪૧૯

અમદાવાદ (પશ્ચિમ)............................................................................ ૧૬૫૭૧

રાજકોટ.............................................................................................. ૧૮૨૪૯

સુરેન્દ્રનગર......................................................................................... ૧૧૦૨૪

જામનગર............................................................................................. ૬૫૮૯

પોરબંદર........................................................................................... ૧૬૪૪૩

જુનાગઢ............................................................................................. ૧૭૦૦૬

અમરેલી............................................................................................. ૧૯૧૪૩

ભાવનગર............................................................................................. ૯૫૯૦

આણંદ............................................................................................... ૧૬૮૭૨

ખેડા................................................................................................... ૨૦૩૩૩

પંચમહાલ.......................................................................................... ૨૫૯૮૧

દાહોદ................................................................................................ ૩૨૩૦૫

વડોદરા............................................................................................. ૧૮૦૫૩

છોટાઉદેપુર........................................................................................ ૨૮૮૧૫

ભરુચ................................................................................................... ૯૫૯૦

બારડોલી............................................................................................ ૧૯૯૯૧

સુરત................................................................................................. ૧૦૯૩૬

નવસારી............................................................................................... ૯૩૨૨

વલસાડ............................................................................................. ૨૬૬૦૬

(7:28 pm IST)