Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

હજયાત્રીઓએ અઝીઝિયા માટે વધારાની રકમ રૂ. ૭૧પ૦ અને ગ્રીનના રૂ. ૭૭પ૦ ભરવા પડશે

ગુજરાત રાજય હજ કમિટી મારફત જનારા : સઉદી સરકારે બસ, મેટ્રો ટ્રેન, મીનામાં પથારી, અદાહી કૂપનના ભાવ વધારાતા હજ કમિટીનો નિર્ણય

અમદાવાદ, તા. ર૮ : હજ કમિટી ઓફ ઇન્ડિયાએ ગ્રીન અને અઝીઝિયા કેટેગરીના હજ અરજદારોએ વધારાની રકમ ભરવાની જાહેરાત કરી છે. હજ ર૦૧૮ માટે જે હજ અરજદારોએ અઝીઝિયા કેટેગરીના નાણા ભર્યા હશે તેમણે વધારાના રૂ. ૭૧પ૦ તાત્કાલીક ભરવાના રહેશે જયારે ગ્રીન કેટેગરીના હજ અરજદારોએ વધારાના રૂ. ૭૭પ૦ ભરવાના રહેશે. ઉપરાંત જે લકોોએ કુરબાની માટે રૂ. ૮ હજાર હજ કમિટીને ભરેલા છે તેવા હાજીએ વધારાના રૂ. પ૦૮ તથા જે રીપીટર્સ હાજીઓએ વધારાના રૂ. ૩પર૦ર ભરેલા છે તેવા હાજીઓએ વધારાના રૂ. ૬૧૯ ૧૦ જુલાઇ ર૦૧૮ સુધી ભરવાના રહેશે.

ગુજરાત રાજય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ જણાવ્યું છે કે સઉદી અરબ ખાતે બસનું મુસાફરી ભાડુ ૩૪૭.પ૦ સઉદી રીયાલ થઇ ગયા છે. મેટ્રો ટ્રેનનું ભાડુ રપ૦ સઉદી રીયાલથી વધી ૪૦૦ સઉદી રીયાલ, મીના ખાતે પથારી માટે પ ટકા વેટ સાથે વધારાની ચૂકવવાની રકમ ૧૪૭ સઉદી રીયાલ, અદાહી કૂપનના ૪પ૦ સઉદી રીયાલ હતા તે વધારી ૪૭પ સઉદી રીયાલ કરાયા છે.

આ ઉપરાંત સઉદી અરેબિયાને ખર્ચ પેટે સઉદી રીયાલમાં તબક્કાવાર જે રકમ ચૂકવાઇ તે રીયાલ દીઠ ૧૭.૯૧૦૬ રૂપિયા લેખે મૂકવામાં આવી છે. જયારે હજયાત્રીકો પાસેથી રીયાલ દીઠ રૂ. ૧૭.૬૦૧૦ જમા લેવામાં આવ્યા છે. એ જ રીતે અમદાવાદ ખાતે એમ્બાર્કેશન પોઇન્ટ પરથી રવાનગી માટે એરપોર્ટ ટેક્ષમાં કોઇ વધારો કરાયો ન હોવાથી આ ખર્ચ યથાવત રહેશે. જયારે અન્ય એમ્બાર્કેશન પોઇન્ટથી રવાના થનાર હજયાત્રીકોએ રૂ. ર૦૦થી ૮પ૦ ચૂકવવાના થશે. જયારે મદીના શરીફ ખાતે રહેઠાણ વ્યવસ્થા માટે વાટાઘાટોના પરિણામે પ૦ સઉદી રીયાલનો ઘટાડો થતાં હવે ૯પ૦ના બદલે ૮૦૦ સઉદી રીયાલ નક્કી કરાયા છે. આમ આ વધઘટના પરિણમે હજયાત્રીકોએ તેમણે આપેલા ઓપ્શન મુજબ વધારાની રકમ તા. ૧૦-૭-ર૦૧૮ સુધીમાં જમા કરાવવાની રહેશે.

આ ઉપરાંત કુર્બાની માટે આઇડીબીન કૂપન માટે રીયાલ સામે વધારાના રૂ. પ૦૮, જોહફા, મીકાતના ઓપ્શન મુજબના હજયાત્રીકોએ વધારાના રૂ. ૩૧ તથા રીપીટર હજયાત્રીકોએ વધારાના રૂ. ૬૧૯ ચૂકવવાના રહેશે.

દરેક હજયાત્રીએ ઉપર મુજબ થતી વધારાની રકમ ત્રીજા હપ્તા તરીકે રોકડેથી અથવા તો ટ્રાન્સફરથી ભરી શકશે. આ માટે હજુ ફોર્મ સાથેના લીલા કલરની પે-ઇન સ્લીપમાં વિગતો ભરી State Bank of India, HCol's Account  No. 32175020010 ''Free Type 25'' or Union Bank of India, HCol's Account No. 318702010406009 "Free Type 25" or online. www.hujcommittee.govin થી જમા કરાવી શકે. દરેક હજયાત્રીકે તેમના ખાતે ભરવાની રકમ હજ કમીટી ઓફ ઇન્ડીયાની વેબસાઇટ પર ચેક કરી લેવી અને તેમણે ભરવાની બાકી તમામ રકમ છેલ્લામાં છેલ્લે તા. ૧૦-૦૭-ર૦૧૮ પહેલા જમા કરાવી દેવા અન્યથા ફલાઇટ કન્ફર્મ કરવામાં આવશે નહીં. ભરવામાં આવેલ તમામ રકમની પહોંચની એક નકલ ગુજરાત હજ કમિટીને રજૂ કરવાની રહેશે. (૮.૧૪)

(4:01 pm IST)