Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

સુરત RTO કચેરી કેશલેસ બની : ઓનલાઇન ફી ભરી શકશે : લાઈનમાં ઉભા રહેવાથી મળશે મુક્તિ

સુરત RTO કચેરી હવેથી કેશલેશ બની છે. RTO હવે કેશલેશ થતા સુરતીઓ ઓન લાઇન ફી ભરી શકશે સુરત RTOને કેશલેશ બનાવવા એક નવી સુવિધા ચાલુ કરી છે. સુરત RTO કેશલેશ બનતા કાચુ લાઈસન્સ હોય કે પાકું કે પછી ડુપ્લીકેટ લાઈસન્સ સહિતની તમામ કામગીરીઓ માટે ઓન લાઇન પૈસા ભરી શકાશે.

  સુરત સીટીનો વિસ્તાર મોટો હોવાને કારણે તેમજ સુરતમાં વાહનોની સંખ્યા દિવસે દિવસે વધવા ના કારણે RTOમાં રોજ વાહનોના દંડ ,રજિસ્ટ્રેશન તેમજ અન્ય કામો માટે આવતા લોકોને ફી ભરવા માટે સિંગલ વિન્ડો છે. જેને લઈ આવતા લોકોને લાઈનમાં ઉભા રહી પૈસા ભરતા મુશ્કેલીઓ પડે છે અને તેમનો સમય પણ વધુ બગડે છે.જેથી સુરત RTOએ લોકોને રાહત મળે એ હેતુથી આ સુવિધાનો પ્રારંભ કરાયો છે.ગુજરાત રાજ્યના તમામ RTOમાં આ સુવિધા શરૂ થવાની છે.

(7:55 pm IST)