Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોરોના મહામારીમાં બ્રહ્મસમાજના બે કેસોમાં કોલોનિયલ મહાત અપાવવામાં ભાજપના આગેવાન અને બ્રહ્મ સમાજના અતુલભાઈ દિક્ષિતની અનન્ય સેવાઓ

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ:સમગ્ર વિશ્વમાં  કોરોના વાયરસના અજગરી ભરડામાં સપડાવવા ના કારણે સમગ્ર વિશ્વમાં ભયના ઓથારનો માહોલ છે  ત્યારે કોરોના વાયરસનાં કારણે જનજીવન પર જબરદસ્ત અસર પહોંચી છે .સરકાર અને સરકારી તંત્ર રાત દિવસ આ મહામારી રોગને અંકૂશિત કરવા પ્રયાસો કરે છે પરંતુ એટલું પૂરતું નથી લોક સમજદારી અને સ્વયં કેર પણ લેવી જરૂરી હોવાનું   બ્રહ્મસમાજના આગેવાન અને જાણીતા ભાજપના  પાયાના ચૂસ્ત કાર્યકર અતુલભાઈ દીક્ષિત જણાવી રહ્યા છે

 અતુલભાઈ દિક્ષિત તમામ સમાજો માટે આ મહામારી માં લોકો  ને ફ્રૂટ્સ અને તેમને જરૂરિયાત ચીજ વસ્તુઓ પુરી પાડવા ની સેવા કરી રહ્યા છે તો  હમણાં જ બ્રહ્મ સમાજના બે જેટલા કોરોનાના પોઝિટિવ કેસ આવતા તેમણે તાબડતોબ સિવિલ સત્તાધીશો અને ડો. વિપુલભાઇ જાનીને  ટેલીફોન દ્વારા સતત ધ્યાન દોરતા એમ્બ્યુલન્સ અને જરૂરી સગવડ પણ પુરી પાડી હતી તેમજ બંન્ને પોઝિટિવ કેશ હેમખેમ સાજા થઈ ગયા પછી પણ તેઓ સંપર્કમાં રહી  આ મહામારીનો મહાત કરવા નિર્ણય સંદેશા અને આશ્વાસન આપી મદદકર્તા બની  રહ્યા છે

 દસ વર્ષનો એક કિશોર  તેમજ પ્રાંતિજની મહિલાના કોરોના પોઝિટિવ કેસોમા  સિવિલની મદદ થી તેમને બંને કેસોમાં કોરોનાને મહાત કરાવી  ખૂબ મદદ કરી સમાજનું ઋણ અદા કરતા પોતાને શારીરિક તકલીફો હોવા છતાં સમાજ માટે અને સમાજના માણસોની સેવાઓને ખૂબ મહત્વ અને સતત સેવા કરી કોરોના મહામારીના કેસો મા પણ તેમની અનન્ય સેવાઓને  સમગ્ર બ્રહ્મ સમાજ આવકારી અભિનંદન પાઠવે છે.

(7:45 pm IST)