Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોરોનાની મહામારીમા યોદ્ધા તરીકે ખડેપગે સતત લડત લડતા નર્સિંગ સ્ટાફ માટે સિનિટાઇઝરની બોટલનું વિતરણ

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ: સુરત ના સાંસદ સી.આર..પાટીલ દ્વારા કોરોનાની મહામારીમા યોદ્ધા તરીકે ખડેપગે સતત લડત લડતા નર્સિંગ સ્ટાફ માટે સિનિટાઇઝર ની બોટલ નું વિતરણ કરવામાં આવ્યું .

   હાલ દેશ સહિત વિદેશોમાં કોરોનાની  વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારી વચ્ચે ખડે પગે રહીને સેવા આપતા નર્સિંગ સ્ટાફ માટે સુરતના સાંસદ સી.આર.પાટીલ દ્વારા ગુજરાત ભરમાં કોરો ના ની મારામારી મા કોરોના યોદ્ધા કોરોના વોરીયર્સ તરીકે ખડેપગે ઉભા રહીને લડત લડતા નર્સિંગ સ્ટાફની ચિન્તા કરી તેમની સેવાઓનું બહુમાન કરી સમગ્ર ગુજરાતમાં આવેલ નર્સિંગ વિભાગમાં કામ કરતાં નર્સિંગ યોદ્ધા ઓ માટે સેનિટાઇઝર નુ વિતરણ કરવામાં આવ્યું હતું

 જેના ભાગરૂપે હિંમતનગર GMERS હોસ્પિટલ , પ્રાંતિજ CHC , મોડાસા કોવિડ હોસ્પિટલ , મેઢાસણ CHC ખાતે સેનિટાઇઝર ની બોટલ નું વિતરણ કરવામા આવ્યું હતું તો આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા , હિંમતનગર GMERS હોસ્પિટલ , RMO અને.એમ.શાહ , નર્સિંગ એસોસિએશન ઉત્તર ગુજરાત ના રીપ્રેઝન્ટેટિવ જયોસ્તના બેન ચૌધરી , ચિત્રીણી નર્સિંગ કોલેજ ના ડાયરેક્ટર ર્ડા.નૃપાંશ પટેલ , નર્સિંગ એસોસિએશન ના શૈલેષભાઈ નાયી, અર્પિત પારેખ સહિત સહિત રહીને કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા નર્સીંગ સ્ટાફ ને સેનિટાઇઝર બોટલ નું વિતરણ કરવામાં આવ્યું હતું .

(7:41 pm IST)