Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સુરત: મુંબઈ રહેતા પ્રેમીને મળવા નીકળેલી યુવતીને અન્ય દંપતીએ દેહવ્યાપારમાં ધકેલી દેતા પોલીસે તજવીજ હાથ ધરી

સુરત:મુંબઈ રહેતા પ્રેમીને મળવા તેને તેમજ પોતાના પરિવારને જાણ કર્યા વિના ઘરેથી નીકળેલી સુરતના પુણાની તરુણી પ્રેમીએ મુંબઈથી પરત મોકલતા સુરતને બદલે ભરૂચ પહોંચી હતી અને ત્યાં એક મહિલાએ ઝાકીર નામના યુવાનને સોંપતા તે અને તેની પત્ની તેની પાસે દેહવ્યાપાર કરાવતા હતા. ક્રાઇમ બ્રાન્ચે આજરોજ અંકલેશ્વરના દંપતિની ધરપકડ કરી પુણા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

સુરતના પુણા વિસ્તારમાંથી ત્રણ માસ અગાઉ શેમ્પુ લેવા ગયા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 14 વર્ષીય તરુણી અંકલેશ્વરથી મળી હતી. પિતાને અચાનક ફોન કરી હું ફસાઈ ગઈ છું તેવી વાત કરનાર તરુણીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધી કાઢી પુછપરછ કરતા તેણે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે માતાપિતા સાથે ખટરાગ બાદ ઘરેથી ચાલી ગયા બાદ ઝાકીર નામનો યુવાન ફોસલાવી લઇ ગયો હતો અને દેહવિક્રય કરાવતો હતો. 

પોલીસે તરૂણીનું તબીબી પરીક્ષણ કરાવી તેનું કાઉન્સેલિંગ કરાવી વધુ પુછપરછ હાથ ધરી હતી. તે દરમિયાન તરુણીએ જણાવ્યું હતું કે તેનો પ્રેમી મુંબઈમાં રહે છે અને તે ઘરે તેમજ પ્રેમીને જાણ કર્યા વિના તેને મળવા મુંબઈ પહોંચી ગઈ હતી. 

(6:05 pm IST)