Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

છોટાઉદેપુર જિલ્લામાં રાજ્યની સરહદ પર સગીર યુવતી યુવક સાથે ભાગી જતા ગ્રામજનોએ યુવતીને શોધી જાહેરમાં માર મારતા ચકચાર

છોટાઉદેપુર: જિલ્લામાં રાજ્યની સરહદ ઉપર આવેલ બીલવાટ ગામની સગીર યુવતી એક યુવક સાથે ભાગી ગયા બાદ ગ્રામજનોએ યુવતીને શોધી કાઢી જાહેરમાં લાકડી વડે ફટકારી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના તા.૨૪ ના રોજ બની હતી સગીર વયની યુવતી ગામના યુવાન સાથે ભાગી જતા તેને શોધી કાઢી ઘરે લાવી યુવતીને જાહેરમાં લાકડીઓ અને ગડદા પાટુ નો માર ગ્રામજનોએ માર્યો હતો. આશરે બ ેકલાક સુધી ગામમાં આ નાટક ચાલ્યું હતું. પુત્રીને બચાવવા વચ્ચે પડેલા તેના પિતાને પણ લોકોએ માર માર્યો હતો. યુવતી અને તેના પિતાને માર માર્યો હોવાનો વીડિયો ગઇકાલે વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. 

પોલીસની પ્રાથમિક તપાસમાં સમગ્ર ઘટના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં બીલવાંટ ગામે બની હોવાનુ જણાયું હતું જેથી પોલીસની ટીમ ગામમાં પહોંચી ગઇ હતી અને આ સંદર્ભે રંગપુર પોલીસ સ્ટેશનમાં  દેસીંગભાઈ ધનસિંગભાઈ રાઠવા, ભીખાભાઇ ભોદીભાઈ ધાણુંક  સહિત ૧૫ જેટલી વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(6:05 pm IST)