Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

વડોદરાના નાલબંધ વાડા વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી નવ શખ્સોની અટકાયત કરી

વડોદરા: શહેરના વાડી નાલબંધ વાડા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં જુગાર ખાનુ ચાલતું હોવાથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી સંચાલક સહિત નવ જણા ને ઝડપી પાડયા છે.

નાલબંધ વાડા વિસ્તારના ઝરાના એપાર્ટમેન્ટના ચોથા માળે ભાડાના ફ્લેટમાં રહેતાં અજીજ અબ્દુલ લતીફ શેખ બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતા હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઇકાલે મોડી સાંજે દરોડો પાડ્યો હતો.

પોલીસે સંચાલક અજીજ શેખ સહિત નવ જુગારિયાઓને ઝડપી પાડયા હતા અને રોકડા રૂ. 36 હજાર તેમજ 7 મોબાઇલ મળી કુલ રૂ.પોણો લાખની મતા કબજે કરી હતી.

(6:04 pm IST)