Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

અમદાવાદના વસ્ત્રાપુરમાં પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન પુરપાટ ઝડપે જઈ રહેલ શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર પોલીસ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે પૂર ઝડપે જઈ રહેલા શખ્સને ઉભો રહેવા ઈશારો કર્યો હતો.

જોકે આ શખ્સ ઉભો ન રહેતા પોલીસે તેનો પીછો કરીને આકાશ ટાવરની પાસે સિદ્ધ બંગલો પાસે તેને અટકાવ્યો હતો. તપાસ કરતા તે દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે તેની એમ.જી હેકટર ગાડી કબજે કરી હતી.

પૂછપરછમાં તેને તેનું નામ ઈશાન પરેશભાઈ પાનસુરીયા તથા તે જજીસ બંગલો સામે પહેલગાવ બંગલોઝમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(6:03 pm IST)