Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

અમદાવાદના અસલાલી નજીક ખેતરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મહિલાની હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ: જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશન હદમાં દસકોઈ તાલુકાના કાસીન્દ્રા ગામે ખેતરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મહિલાની હત્યા કરવામાં આવી છે,

એટલું જ નહીં પુરાવાનો નાશ કરવા માટે હત્યા કર્યા બાદ મૃતદેહને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો હતો. અસલાલી પોલીસે ખૂનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે હત્યારા કોણ છે અને કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે શોધવા પોલીસ પુરાવા એકત્ર કરીને ઉંડાણ તપાસ કરી રહી છે.

(6:02 pm IST)