Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

નવતર ઠગાઈ : અપગ્રેડ કરવાના બહાને મોબાઈલનું સિમકાર્ડ કલોન કરીને અઢી લાખની લોન લઈ લીધી

અમદાવાદ : નવતર ઠગાઇનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં મોબાઈલ ફોનનું સિમકાર્ડ અપગ્રેડ કરવાના બહાને ઠગે મ્યુન્સિપલ કોર્પોરેશનના કર્મચારીના મોબાઈલનું સિમકાર્ડ કલોન કરી રૂ.૨.૫૪ લાખની ઓનલાઈન લોન લઈને ઠગાઈ આચરી હતી. આ મામલે નારણપુરા પોલીસે રાઘવ શર્મા નામના શખ્સ વિરૂદ્ઘ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ નારણપુરાની હરિસિદ્ઘ કૃપા સોસાયટીમાં રહેતા અને કોર્પોરેશનમાં કલાર્ક તરીકે પાલડી ખાતેના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા મયુર કેશવલાલ પઢારે પોલીસમાં મંગળવારે સાંજે ફરિયાદ દાખલ કરાવી હતી. જે મુજબ ૪ દિવસ અગાઉ મયુર પર રાઘવ શર્મા નામના શખ્સનો ફોન આવ્યો હતો અને તેણે પોતે આઈડિયામાંથી બોલતો હોવાનું જણાવી તેનું સિમકાર્ડ ૪જી અપગ્રેડ કરવું પડશે, નહી તો કાર્ડ બંધ થઈ જશે તેમ જણાવ્યું હતું. જે બાદમાં રાઘવે મયુરને તમારા મોબાઈલમાં જે મેસેજ આવે તે ૧૨૩૪૫ પર મોકલજો તેમ કહ્યું હતું. રાઘવ જે મેસેજ મોકલતો તે મયુર જણાવેલા નંબર પર સેન્ડ કરતો હતો અને પછી આરોપીએ તમારૃં કાર્ડ ૨૪ કલાક બાદ ચાલુ થશે તેમ કહી ફોન મૂકી દીધો હતો.

(3:01 pm IST)