Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

અમદાવાદ એરપોર્ટ ઉપર આજે પ૦ ટકા ફલાઇટો કેન્સલઃ પ્રવાસીઓ આવતા જ નથી!!

રોજની ૯૦ થી વધુ ફલાઇટોનું શેડયુલ પણ માંડ ર૦ મુસાફરો આવતા હોય ફલાઇટો ધડાધડ રદ્દ

રાજકોટ તા. ર૮: ગયા બુધવારથી શરૂ થયેલ અમદાવાદ એરપોર્ટ ઉપર બે દિવસ ફલાઇટોનું આવન-જાવન સામાન્ય રહ્યું પરંતુ આજની પ૦ ટકા ફલાઇટો રદ્દ હોવાનું એરપોર્ટના અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

આ સાધનોએ ઉમેર્યું હતું કે ગઇકાલે ૩૦ ટકા બાદ આજે પ૦ ટકા ફલાઇટો રદ્દ કરાઇ છે. આના કારણમાં સૂત્રોએ જણાવેલ કે, પ્રવાસીઓ આવતા જ નથી, રોજની ૯૦ ફલાઇટોનું આવન-જાવનનું શેડયુલ છે, પરંતુ માંડ ર૦ થી ૩૦ મુસાફરો આવ્યા છે, આજે ગો-એરની તમામ ફલાઇટો રદ્દ થઇ હતી, સવારે દિલ્હી-બેંગલોર તરફ ફલાઇટો ગઇ તેમાં માંડ ૩૦ થી ૪૦ મુસાફરો હતા, એરલાઇન્સ કંપનીઓ દ્વારા ર૦ મુસાફરો હોય તો ફલાઇટ રદ્દ કરી નખાય છે, ૩પ થી ૪૦ કે ૪૦ થી પ૦ મુસાફરો હોય તો જ વિમાન ઉપાડાય છે, અથવા મુસાફરોને સમજાવી સાંજની ફલાઇટમાં શીફટ કરાય છે.

(12:55 pm IST)