Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સુરતના નાના વરાછામાં નિવૃત વૃદ્ધે મકાનમાં બનાવેલી ઓફિસમાંથી જુગારધામ ઝડપાયું: છ શકુનિઓ પકડાયા

કાપોદ્રા પોલીસે દરોડો પાડીને 46,300 રોકડ કબ્જે કરીને કાર્યવાહી કરી

સુરત : નાના વરાછા મહાદેવનગર પશુપતીનાથ સોસાયટીમાં પોતાના મકાનમાં બનાવેલી ઓફિસમાં વૃદ્ધ જુગારધામ ચલાવે છે તેવી બાતમીના આધારે કાપોદ્રા પોલીસે ગતસાંજે છાપો મારી ત્યાંથી વૃદ્ધ સહિત ૬ વ્યક્તિને જુગાર રમતા ઝડપી પાડી કુલ રૂ.૪૬,૩૦૦ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

  પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કાપોદ્રા પોલીસે ગત સાંજે ૪.૪૫ ના અરસામાં નાના વરાછા મહાદેવનગર પશુપતીનાથ સોસાયટીના ઘર નં.૨૬,૨૭ માં રહેતા અને નિવૃત જીવન જીવતા હરીશભાઇ ગંગારામભાઇ પટેલને ત્યાં છાપો માર્યો હતો. પોલીસે હરીશભાઈએ પોતાના ઘરમાં જ બનાવેલી ઓફિસમાં તેમની સાથે ગોળ કુંડાળામાં બેસી જુગાર રમતા વેપારી લાલુભાઇ પ્રેમજીભાઇ રાઠોડ, વેપારી અરવિંદભાઇ સડથાભાઇ બારૈયા, રત્ન કલાકાર સંજયભાઇ નગીનભાઇ પટેલ, ખાનગી નોકરી કરતા મહેશભાઇ મારૂતિભાઇ ચૌહાણ અને ડ્રાઇવીંગનું કામ કરતા વિનોદભાઇ સડથાભાઇ બારૈયાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૪૬,૩૦૦ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:28 am IST)