Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સાબરકાંઠાના 80 વર્ષનાં ગજીબહેન કોરોના સામે જંગ જીત્યા : જિલ્લાના ચાર દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ

સાત દિવસ સુધી હોમ ક્વૉરન્ટાઇન રહેવાની સૂચના

ગાંધીનગર :સાબરકાંઠા જિલ્લાના વધુ ચાર દર્દી કોરોનામુક્ત બનતા રજા અપાઈ છે જેમાં પ્રાંતિજ તાલુકાના વડવાસાના વતની 80 વર્ષીય ગજીબેન તેમજ 69 વર્ષના સલીકરામ કોરોનાને માત આપી સ્વસ્થ થતાં, તેમને રજા આપવામાં આવી છે. તેમની સાથે 40 વર્ષનાં પૂર્વીબેન બારોટ અને ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર એવાં સ્ટાફનર્સ શારદાબેને સિબલિયાને સ્વસ્થ થતાં તેમને અભિનંદન આપવાની સાથે હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. તેમને ત્રિપલ લેયર માસ્ક, સેનિટાઇઝર સહિતની વસ્તુઓ તેમજ સાત દિવસ સુધી હોમ ક્વૉરન્ટાઇન રહેવાની જાણકારી પણ આપવામાં આવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ હિંમતનગર હોસ્પિટલમાં 8 માસના શ્રવણ તથા  9 વર્ષના વેદ દિક્ષીતની સારવાર બાદ બંને કોરોનામુક્ત થયા હતા. આ સાથે જ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 28 દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલના તબીબો તેમજ આરોગ્યકર્મીઓનો તેમની સેવાસુશ્રૂષા બદલ આભાર માન્યો હતો.

(9:53 pm IST)