Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ગુજરાતમાંથી ૯૨૭ સ્પેશિયલ ટ્રેન મારફતે ૧૩,૪૮ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના કરાયા

ઉત્તરપ્રદેશ - બિહાર - ઝારખંડ – ઓરિસ્સા – પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં તા. ૨૭મી સુધીમાં ગુજરાતની વધુ ૩૯ વિશેષ ટ્રેન રવાના થશે : મુખ્યમંત્રીના સચિવે આપી વિગતો

 

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.૨૭મી મે, બુધવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૯૬૬ વિશેષ ટ્રેન દ્વારા આશરે ૧૪.૧૦ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.  

ગુજરાત ઔદ્યોગિક-વ્યાપારિક-વાણિજ્યીક ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય હોવાથી ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં અન્ય પ્રાંત-પ્રદેશના શ્રમિકો રોજી-રોટી મેળવવા મોટા પ્રમાણમાં વસેલા છે

પ્રવર્તમાન કોરોના-કોવિડ-19ની સ્થિતીમાં લોકડાઉનને કારણે આવા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને પોતાના વતનમાં ઘર-પરિવાર પાસે એકવાર પહોચાડવાનું સુદ્રઢ આયોજન મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશમાં રાજ્યના વહિવટીતંત્ર રેલ્વે મંત્રાલયના સંકલનમાં રહિને સફળતાથી પૂર્ણ કરવા તરફ છે
તદ્દઅનુસાર તા. મે ના રોજ પ્રથમ શ્રમિક સ્પેશયલ ટ્રેનમાં આવા શ્રમિકોને સુચારૂ ઢબે વતન જવા રવાના કરવામાં આવ્યા હતા.આજે તા.ર૭મી મે બુધવાર મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૯૬૬ શ્રમિક સ્પેશયલ ટ્રેન દ્વારા ૧૪.૧૦ લાખ શ્રમિકો પોતાના વતન પહોચ્યા રવાના થયા છે
 
મુખ્યમંત્રીના સચિવઅશ્વિનીકુમારે વધુ વિગતો આપતા જણાવ્યું કે ગુજરાતથી ઓરિસ્સા સિવાયના મોટાભાગના શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યા છે. ઓરિસ્સામાં આવેલી વાવાઝોડાં જેવી કુદરતી આફતને કારણે ઓરિસ્સા રાજ્ય સરકારના વહીવટી તંત્ર તરફથી  પરવાનગી મળવામાં મુશ્કેલી પડી રહી છે પરંતુ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્ર દ્વારા ખૂબ ઝડપથી મુશ્કેલીને પાર પાડી તકેદારી પૂર્વક ઓરિસ્સાના શ્રમિકોને તેમના વતનમાં કોઇ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડાશે. વિવિધ રાજ્યોના શ્રમિકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે.
સચિવ વધુ વિગતો આપતા જણાવ્યું કે, પરપ્રાંતિય  શ્રમિકો - કામદારોને વતન રાજ્ય મોકલવા માટે તા.૨૬મી મે મધરાત સુધીમાં ૯૨૭ શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત ગુજરાતમાંથી  આશરે ૧૩ લાખ ૪૮ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં કોઇપણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે

  સચિવ વધુમાં ઉમેર્યું કે તા. ૨૬મી મે મધરાત સુધીમાં ગુજરાતમાંથી અન્યો રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવા જે  ૯૨૭ ટ્રેનો ચલાવવામાં આવી છે તેમાં  ઉત્તરપ્રદેશ માટે ૫૩૫, બિહાર માટે ૨૨૮, ઓરિસ્સા માટે ૬૯, ઝારખંડ માટે ૩૫, મધ્યપ્રદેશ માટે ૨૪, છત્તીસગઢ માટે ૧૫, ઉતરાખંડ માટે ૦૫, પશ્ચિમ બંગાળ માટે ૦૩, તમિલનાડુ અને મણિપુર માટે ૦૨ - ૦૨ ટ્રેન તથા આંધ્રપ્રદેશ-આસામ-હિમાચલપ્રદેશ-જમ્મુ કાશ્મીર-કેરલ-મહારાષ્ટ્ર-રાજસ્થાન-તેલંગાણા-ત્રિપુરા માટે - ટ્રેન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ચલાવી આશરે ૧૩.૪૮ લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં  આવ્યા છે.

હવે, તા.૨૭મી મે , બુધવાર મધરાત સુધીમાં વધુ ૩૯ ટ્રેન દ્વારા ૬૨ હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ વગેરેમાં જવા રવાના થશે. ૩૯ શ્રમિક ટ્રેનો રવાના થવાની છે તેમાં ઉત્તરપ્રદેશ માટે સુરતમાંથી ૨૨, વાપીવલસાડમાંથી ૦૫, અમદાવાદમાંથી ૦૧ એમ કુલ ૨૮ ટ્રેન, બિહાર માટે વાપીવલસાડમાંથી ૦૧ ટ્રેન, ઝારખંડ માટે વાપીવલસાડ અને મોરબીમાંથી - એમ કુલ ૦૨ ટ્રેન, ઓરિસ્સા માટે સુરતમાંથી ૦૬, વડોદરામાંથી ૦૧ એમ કુલ ૦૭ ટ્રેન અને પશ્ચિમ બંગાળ માટે ૦૧ ટ્રેન દોડશે.          
 
મુખ્યમંત્રીના સચિવએ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્ય જાય છે. એટલું નહિ, જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.

(9:49 pm IST)