Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

અમદાવાદનાં એસજી હાઇવે પર ગાંધીનગરનાં ટ્રીબ્યુનલ ડિસ્ટ્રીકટ જજ અશોક જોષીની કારને અકસ્માત

ઘરેથી ઓફિસ જવા નીકળ્યા ત્યારે કારને અકસ્માત નડતા કારને નુકસાન:

અમદાવાદઃ શહેરનાં એસ.જી હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટી પાસે ગાંધીનગરનાં ટ્રીબ્યુનલ જજ અશોક જોષીની કારને અકસ્માત નડ્યો હતો. જો કે અકસ્માતની આ ઘટનામાં કોઈને ઇજા થઇ નથી આ ઘટનાને  લઇને એસ.જી હાઈવે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અડાલજ ખાતે પાર્શ્વનાથ ઓમ રેસિડેન્સીમાં રહેતા કિરણ દેવાભાઈ સોલંકીએ અકસ્માત કરનાર કારનાં ચાલક જીતેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ કિરણભાઈ પાસે પોતાની સ્વિફ્ટ ડિઝાયર કાર છે. જે કાર તેવો પાટીદાર ટ્રાવેલ્સમાં ભાડે ફેરવે છે.

કિરણભાઈની ગાડી છેલ્લાં દોઢ વર્ષથી જીવરાજ મહેતા ભવનમાં આવેલી ઓફીસ ઓફ મુલકી સેવન ટ્રીબ્યુનલ ડિસ્ટ્રીકટ જજ અશોક જોષીને ઓફીસથી ઘરે અને ઘરેથી ઓફીસ લઈ જવા ભાડે રાખેલી છે. ત્યારે આજે સવારે ફરિયાદી ડિસ્ટ્રીકટ જજ અશોક જોષીને તેમનાં ઘરેથી લઈને ઓફીસ જવા નીકળ્યાં હતાં. તે સમયે નિરમા યુનિવર્સિટી પાસે રોડ ક્રોસ કરતા ફરિયાદીની કારને પુરઝડપે આવતી કારે ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જો કે ફરિયાદીની કારને નુકસાન થયું છે પણ કોઈ ઇજાનો બનાવ બન્યો ન હોતો

(9:26 pm IST)