Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

અમદાવાદના વેપારીનુ મેઈલ આઈડી હેક કરીને દોઢ કલાકમાં 82 લાખની ઓનલાઇન છેતરપિંડી કરનારા આરોપી ઝડપાયા

કાર્ડ સ્વેપ કરી 82 લાખ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા : 23 મોબાઈલ, અલગ અલગ બેંકના 13 ATM કાર્ડ, 14 આધાર કાર્ડ, 1 પાનકાર્ડ, અને 8 સીમ કાર્ડ કબ્જે

 

અમદાવાદના વેપારીનુ મેઈલ આઈડી હેક કરી અને મોબાઈલ નંબર સ્વેપ કરી માત્ર દોઢ કલાકમાં 82 લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.

 આરોપીએ ફિસિંગ મેઈલ કરી ફરિયાદીના કોમ્પ્યુટરની 1 મહિનો વોચ કર્યા બાદ અને નાણાંકીય ટ્રાન્ઝેક્શન તપસ્યા બાદ શનિવારની મોડી રાતે કાર્ડ સ્વેપ કરી 82 લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી.  આરોપીની ધરપકડ કરી રૂપિયા 40 લાખ કબ્જે કર્યા છે.

 વેપારીઓના બેંકમા રહેલા લાખો રૂપિયા ગણતરીની મિનીટોમા પડાવી છે. ઝડપાયેલા આરોપીઓના નામ છે માતાદિન સિકરવાર, રાજેશગીરી ગોસ્વામી, જાનમામજ ખલીફા , અનિલ જોશી, અરવિંદ પટેલ અને દિપક રૂપાલા આરોપીઓએ માણેકચોકના વેપારી રમેશ શાહના બેંક એકાઉન્ટમાંથી 82 લાખ પડાવી લીધા હતા. જેમાથી આઈસીઆઈસીઆઈ બેંકમા 24 લાખ, એચડીએફસીમાં 20 લાખ, સેંન્ટ્ર્લ બેંક ઓફ ઈન્ડિયામાં 18 લાખ અને યશ બેંકમા 20 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

 આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યુ કે, ગુનાનો મુખ્ય આરોપી વિકાસ સાહુ છે, જે હજી ફરાર છે. આમ આરોપીઓ પોતાની મોડસ ઓપરેડીના આધારે મહારાષ્ટ્ર અને ગુજરાતના સંખ્યાબંધ વેપારીને ચુનો લગાવી ચુક્યા છે. આરોપી પાસેથી પોલીસે 23 મોબાઈલ, અલગ અલગ બેંકના 13 ATM કાર્ડ, 14 આધાર કાર્ડ, 1 પાનકાર્ડ, અને 8 સીમ કાર્ડ કબ્જે કર્યા છે.

(12:27 am IST)