Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

વડોદરાના સમા સાવલી રોડ પર આજોડના પેટ્રોલ પંપ પાસે ટેન્કર ટ્રકમાં આગ ભભૂકી :

ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ પહોંચી :આજુબાજુના લોકોમાં ફફડાટ

વડોદરાના સમા સાવલી રોડ પર આજોડ ગામે ખાતે હરીકૃષ્ણ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની જાણ થતા ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. આગની ઘટના બનતા આજુ બાજુના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ મામલે હજુ કોઈ જાનહાની ના સમચાર મળ્યા નથી.

(11:27 pm IST)