Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સુરતના અગ્નિકાંડ બાદ તંત્રની તવાઈ :ઈમ્પૅક્ટ ફી મંજુર કરનાર બે આર્કિટેક્ટના લાયસન્સ છ મહિના માટે સ્થગિત

લાયસન્સ કાયમી ધોરણે શા માટે રદ ન કરાય ? ખુલાસો મંગાયો

 

સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ મામલે તંત્રએ તવાઈ બોલાવી છે. બાંધકામની ઈમ્પેક્ટ ફી મંજૂર કરનારા બે આર્કિટેકના લાયસન્સ મહિના માટે સ્થગિત કરાયા છે. તક્ષશિલા આર્કેટમાં ત્રીજા માળે સમગ્ર મિલકત મામલે નિમાયેલા શાંતા પાનસૂરિયા અને એચ.એમ. માંગુકિયાએ ઈમ્પેક્ટ ફી મંજૂર કરી હતી. જોકે મંજૂર થયેલા નકશા અને સ્થળ સ્થિતિ મુજબ બાંધકામમાં સુસંગતતા હોવાથી બંને આર્કિટેકના લાયસન્સ મહિના માટે સ્થગિત કરાયા છે. અને લાયસન્સ કાયમી ધોરણે શા માટે રદ કરવામાં આવે તે માટે ખુલાસો માંગવામાં આવ્યો છે.

  સરથાણા અને વરાછાની દુકાનોમાં ગેરકાયદે બાંધકામ અને તેનાથી થતી ટ્રાફિક સમસ્યા મામલે રજૂઆત સાંભળનારા સામે પણ કાર્યવાહી થઈ છે. તંત્રએ મામલે જવાબદાર જુનિયર ઈજનેર હરેરામસિંહને તાત્કાલીક ફરજ પરથી મોકૂફ કરાયા છે.. બંને વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અને તેનાથી થતી ટ્રાફિક સમસ્યાને લઈને સ્થાનિકોએ ફરિયાદ કરી હતી..પરંતુ ફરિયાદ પર કાર્યવાહી કરાતા જુનિયર ઈજનેરને ફરજથી મોકૂફ કરાયા છે.

(10:59 pm IST)