Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

અમદાવાદમાં 75 વર્ષીય દિવ્યાંગ મહિલા પર બળાત્કાર :રસ્તા વચ્ચે ગંભીર સ્થિતિમાં મળી :નરાધમને ઝડપવા કવાયત

ભીખ માંગી જીવન નિર્વાહ કરતી વૃદ્ધા પર દુષ્કર્મ કરીને બેરહેમીહતી માર મારીને રસ્તા પર ફેંકી દીધી

 

અમદાવાદમાં 75 વર્ષીય દિવ્યાંગ મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મનાં લીધે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હાલમાં ગંભીર હાલતમાં હોસ્પીટલમાં મોત સામે લડી રહ્યા છે.

   અમદાવાદનાં નવા રણિપ વિસ્તાર નજીક આવેલા કાલીગામ અને ખોડિયાર મંદિર વચ્ચેનાં રસ્તા પર 75 વર્ષીય દિવ્યાંગ મહિલા રસ્તા વચ્ચેથી ગંભીર સ્થિતિમાં મળી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્રારા મહિલા વિશે પોલીસમાં જાણ કરવામાં આવતા, પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી અને એમ્બ્યુલન્સની મદદથી ગંભીર ઇજાગ્રસ્ત મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સિવલ હોસ્પીટલનાં ડોક્ટરો દ્રારા પ્રાથમિક રિપોર્ટમાં દિવ્યાંગ મહિલા દુષ્કર્મનો શિકાર બની હોવાની જાણકારી આપવામાં આવતા અરેરાટી ફેલાઇ ગઇ હતી.

પોલીસ દ્રારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સબબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આવી કલંક રૂપ ઘટનાને ઘાટ આપનારા નરાધમોને ડબોચી લેવા ચક્રો ગતિમાન કરી દીધા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ મહિલાની હાલત અત્યંત ગંભીર હોવાથી તે પોતાનું નિવેદન પણ આપવાની સ્થિતિમાં નથી.

 પોલીસ દ્રારા ઘટના સ્થળ આસપાસ તપાસ કરતા માલુમ થાય છે કે મહિલા દિવ્યાંગ છે અને લગભગ 75 વર્ષીય છે અને ભિખ માંગી પોતાનો નિર્વાહ કરે છે. પિડીતા દ્રારા ટુટક ટુટક રીતે આપવામાં આવેલી ઉપર છલ્લી માહિતી અનુસાર, કોઇ વ્યક્તિ મહિલાને દુર્ધટના સ્થળે લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો અને રસ્તા પર ફેકીં દેવામાં આવ્યા હતા.

પોલીસ દ્રારા મામલાની ગંભીરતીને ઘ્યાને લઇ તપાસનાં ચક્રો તુરંતમાં તેજ કરી આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે.

 

(10:13 pm IST)