Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

વિધાનસભાનાં વિરોધ પક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીની રાજીનામાની ઑફર હાઇકમાન્ડે નકારી

ગાંધીનગર: લોકસભા ચૂંટણીઓમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત અને કોંગ્રેસનો પરાજય થતાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ  રાજીનામું આપી દીધું હતું.

જો કે બીજી તરફ પરેશ ધાનાણીના રાજીનામાને કોંગ્રેસના મોવડી મંડળે સ્વિકારવાથી ઇનકાર કરી તેને પાછું ઠેલી દીધું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોંગ્રેસના પરાજય બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. જો કે તેમને પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા રાજીનામુ પાછું ખેંચવા કહેવામાં આવી રહ્યું છે.

(7:41 pm IST)