Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

નડિયાદ પશ્ચિમમાં પોતાનું પાપ છુપાવવા એક માતાએ પોતાની બાળકીને ત્યજી દઈ મમતા પર કલંક લગાવ્યો

નડિયાદ:પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુષ્મા રો-હાઉસ નજીક રહેતાં નરેન્દ્ર કેશવલાલ શાહના કમ્પાઉન્ડ વોલ આગળ આકડાના છોડના ઓથે કોઈ અજાણી સ્ત્રી પાપ છુપાવવા પોતાની તાજી જન્મેલી બાળકીને રાત્રિના સમયે મૂકી ગઈ હતી. આ વિસ્તારમાં રહેતાં રિમીત નિતિનભાઈ પટેલ આજરોજ વહેલી સવારે પોણા છ વાગ્યાના અરસામાં મોર્નિગ વોક કરવા નીકળ્યાં હતાં. 

દરમ્યાન નરેન્દ્રભાઈ શાહના ઘર નજીક ધુંગામાંથી નાની બાળકીના રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. જેથી તેમણે તે તરફ નજર કરતાં નવજાત બાળકી નજરે પડી હતી. જેથી રિમીતભાઇ પટેલે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી બાળકીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ બનાવ અંગે નડિયાદ પોલીસે રિમીતભાઈની ફરિયાદને આધારે અજાણી મહિલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

(5:56 pm IST)