Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સેવાલિયા-બાલાસિનોર નજીક બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલ માર્ગ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

સેવાલિયા:સેવાલિયા-બાલાસિનોર રોડ પર બે મોટરસાઈકલ સામસામે અથડાતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ સેવાલિયામાં રહેતાં શંકરભાઈ પ્રેમજીભાઈ પટેલ (ઉં.વ ૪૮) ગતરોજ મોડી સાંજના સમયે પોતાનું મોટરસાઈકલ નં જીજે ૦૭ સીએન ૭૧૫૭ લઈ સેવાલિયા-બાલાસિનોર રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન સિમેન્ટ ફેક્ટરી આગળ માર્ગ પર સામેથી પુરપાટ ઝડપે મોટરસાઈકલ નં જીજે ૧૭ એક્યુ ૦૩૨૫ લઈ આવતાં જયેશભાઈ પટેલે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં શંકરભાઈના મોટરસાઈકલ ને ટક્કર મારી હતી. 

(5:54 pm IST)