Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

ખેડા તાલુકાના રઢુંમાં અગાઉ પત્ની સાથે આડો સંબંધ હોવાનો વ્હેમ રાખી શખ્સ પર છરીથી હુમલો કરનાર પતિને બે વર્ષની સજાની સુનવણી

ખેડા:તાલુકાના રઢુ ગામમાં ત્રણ વર્ષ અગાઉ પત્નિ સાથે આડો સબંધ રાખનાર યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરનાર પતિને નડિયાદ કોર્ટે કસુરવાર ઠેરવી બે વર્ષની સખત કેદ તેમજ રૂ.૫૫૦૦ નો દંડ ફટકાર્યો છે. 

મળતી માહિતી મુજબ રઢુ ગામમાં રહેતાં ઘનશ્યામભાઈ ઉર્ફે ટીકો કાંતિભાઈ ભાટીયા (વાળંદ) ને વહેમ હતો કે તેમની પત્નિ સાથે પોતાના વિસ્તારમાં રહેતાં ૩૭ વર્ષીય શૈલેષભાઈ ભાઈલાલભાઈ પ્રજાપતિને આડો સબંધ છે. આડા સબંધ મુદ્દે શૈલેષભાઇ સાથે ઘણી વાર રકઝક થઈ હતી. છતાં શૈલેષ દ્વારા આ સબંધ ચાલુ રાખ્યો હોવાનું વ્હેમ રાખીને ઘનશ્યામભાઈ શૈલેષનો કાંટો કાઢી નાખવાના ફિરાકમાં હતાં. 

(5:53 pm IST)