Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

અમદાવાદમાં ભાગીદારના મિત્રને કાર આપવું શખ્સને ભારે પડ્યું: ભાગીદારે આત્મહત્યા કરતા મિત્રએ કાર આપવાની ના કહી દીધી

અમદાવાદ: ખાતે રહેતા ઓઈલ અને ગેસ પાઇપલાઇનના કોન્ટ્રાક્ટરે ભાગીદારના કહેવાથી તેના મિત્રને પોતાની સ્કોપઓ કાર વાપરવા માટે આપી હતી. પરંતુ ભાગીદારે આત્મહત્યા કર્યા બાદ જ્યારે કોન્ટ્રાક્ટરે કાર પરત માંગી ત્યારે મિત્રએ પરત કરી ન હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને અમદાવાદમાં મકરબા ખાતે ઓચડ વુડ એપાર્ટમેન્ટમાં રહેતા જતીનભાઈ જગદીપભાઈ ભાયાણી ઓઇલ અને ગેસ પાઇપલાઇનના કોન્ટ્રાકટર છે. વર્ષ ૨૦૧૪ માં તેમણે ખરીદેલી સ્કોપયો ( નં. જીજે - ૧૮ - બીડી - ૯૮૯૧ ) કાર ૧૬ મે ૨૦૧૬ ના રોજ ભાગીદાર નિતેશભાઇ મનજીભાઈ પટેલ ( રહે. ભાવનગર ) ના કહેવાથી તેમના મિત્ર મયુરભાઈ વિનુભાઈ વાઘેલા ( રહે. ઘોઘા સર્કલ , ગુજરાત ટ્રાવેલ્સની પાછળ, ભાવનગર ) ને ફરવા જવું હોય સુરતના ઉધના દરવાજા થી નવસારી તરફ જતા રોડ ઉપર જીવન જ્યોત સિનેમા નજીક આપી હતી. મયુરભાઈએ તે સમયે જતીનભાઈને સ્કોપયો દસ થી પંદર દિવસ બાદ પરત આપવાનો વાયદો કર્યો હતો.

(5:53 pm IST)