Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સુરતના વેસુમાં નવી બંધાતી બિલ્ડિંગના ખોદકામ દરમ્યાન ખાડામાં ઘુસી જતા બે યુવાનો પૈકી એકનું કરુણ મોત

સુરત:વેસુના ભરથાણા રોડ પર નવી બંધાતી બિલ્ડીંગના ખોદાયેલા ખાડામાં  ફુટીગ કામ કરતી વખતે માટી ધસી પડતા દબાઇ ગયેલા બે યુવાન પૈકી એક યુવાનનું મોત નીંપજયુ હતુ. બિલ્ડીંગના બાંધકામ દરમિયાન પણ લાપરવાહી બહાર આવી છે. બાજુની બિલ્ડીંગને નુકસાન ન થાય તે માટે જરુરી ડી-વોલ અહી બનાવવામાં જ આવી ન હોવાનું જાણવા મળે છે. 

ફાયરબ્રિગેડ અને નવી સિવિલથી મળેલી વિગત મુજબ વેસુ ભરથાણા રોડ પર જે.ડી ગોયેંકા સ્ કુલ પાસે એટલાન્ટા એલીઝા નામની નવી બિલ્ડીંગ બંધાવા માટે અંદાજીત ૧૭  ફુટ ઉંડો ખાડો ખોદેલો હતો.  આજે બપોરે ૧૭ જેટલા કામદાર સળિયા બાંધવાનું ફુટીંગ કામ કરતા હતા.બાદમાં વારા ફરતી કેટલાક કામદારો જમવા માટે ખાડા માંથી બહાર નીકળતા હતા.તે સમયે  અચાનક માટી  ં ધસી આવતા બે કામદાર દબાઇ ગયા હતા.જયારે  બાકી કામદારો બહાર નીકળી જતા બચી ગયા હતા. 

(5:49 pm IST)