Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સુરતમાં રહેણાંક સોસાયટીમાં ગેરકાયદે ચાલતા ટ્યુશન ચલાવનારને નોટિસ ફટકારવામાં આવી

સુરત: શહેરના સરથાણાના તક્ષશિલા આર્કેડમાં 22 નિર્દોષ જીદંગી  હોમાયા બાદ સુરતના વહવિટી તંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. સુરત વહિવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરતાં હવે સોસાયટીના ગેટ પર રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ટયુશન ક્લાસીસ કે સ્કુલ ન ચાલવા દેવા જોઈએ તેવા બોર્ડ લાગવાનું શરૂ થઈ ગયું છે. તો બીજી તરફ વરાછાના જાગૃત્ત નાગરિકો પોતાના વિસ્તારમાં ફરીને ફાયર સેફ્ટી વિનાની કે જોખમી રીતે ચાલતી સ્કુલ ટયુશન ક્લાસીસ શોધીને મ્યુનિ. તંત્રને યાદી આપી રહ્યાં છે.

સુરત સરથાણાની હોનારાતમાં મ્યુનિ. તંત્રની સીધી જવાબદારી બહાર આવ્યા બાદ લોકો તંત્રની કામગીરીને શંકાની નજરે જોઈ રહ્યાં છે. મ્યુનિ. તંત્રએ જો પહેલાંથી આવા ગેરકાયદે ચાલતા ટયુશન ક્લાસીસ સામે પગલાં ભર્યા હોય તો ૨૨ નિર્દોષ જીંગદી બચી શકી હોત તેવું લોકો માની રહ્યાં છે. આ દુર્ઘટના બાદ પણ મ્યુનિ. તંત્રની કામગીરી સામે લોકોને શંકા થઈ રહી છે તેથી હવે લોકો જ જાગૃત્ત બની રહ્યાં છે. 

(5:49 pm IST)