Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સુરત મનપાના ટેક્નિકલ આસીસ્ટન્ટની 57 હજારની લાંચ લેવામાં રંગે હાથે ધરપકડ

સુરત: શહેરની તાપી નદીમાં છાશવારે ઊગી નીકળતી જળકુંભીને દૂર કરવા માટેનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરને કામના કલાકોમાં વધારો કરી તે બિલ ઉપરી અધિકારી પાસે મંજૂર કરાવ્યુ હતુ.

ચૂકવણી કરવા માટે રૂ.57 હજારની લાંચ લેતા હાઇડ્રોલિક વિભાગના વિયર કમ કોઝવે ખાતે ફરજ બજાવતાં ટેકનીકલ આસિસ્ટન્ટ ભીખાભાઇ લલ્લુભાઈ પટેલ (બી.એલ.પટેલ)ને સુરત ACBએ ગતરાત્રે રંગેહાથ ઝડપી લઇ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

(5:48 pm IST)