Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

વડોદરામાં સફાઈ કરવા માટે જતી શ્રમજીવીનું લિફ્ટમાં માથું કપાઈ જતા કમકમાટી ભર્યું મોત

વડોદરા:સફાઇ કરવા માટે રોજ દાદર વાટે ઉપરજતી સુશિલાને જાણે મોતે પોકાર કર્યો હોય તેમ દાદર છોડી લિફ્ટમાં ચડી હતી.

સુશિલા દોઢ મહિના પહેલાં જ કામે લાગી હતી.નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરી સુશિલા ઉપરના બે માળે સફાઇ માટે રોજ દાદર વાટે ઉપર જતી હતી.

આજે ન જાણે કેમ સુશિલા ઇયર ફોન ચાલુ કરી દાદરને બદલે લિફ્ટમાં ચડી હતી અને લિફ્ટ ચાલુ કરી નીચે ડોકિયું કરવા જતાં જ તેનું માથું છુંદાઇ ગયું હતું. લિફ્ટ ચાલુ થતાંની સાથે જ મોટો અવાજ આવતાં ઓપરેટર શૈલેષે દોટ મુકી હતી અને દ્શ્ય  જોતાં જ તેણે લિફ્ટ બંધ કરી હતી.પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું અને સુશિલાના રામ રમી ગયા હતા.

(5:48 pm IST)