Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

વડોદરાના ભરચક વિસ્તારમાં કોન્ટ્રાકટરે સૂચના વગર ખાડો ખોદી બુલડોઝર ગોઠવી દેતા ટ્રાફિક જામની સમસ્યા: 3 કલાકસુધી લોકોને તડકામાં શેકાવાની નોબત આવી

 વડોદરાશહેરનો જ દાખલો લઇએ તો અહી ઉચ્ચ ડિગ્રી ધારી આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. અધિકારીઓ પોતાની બુધ્ધિ ગીરવે મુકીને અભણ કોન્ટ્રાક્ટરની બુધ્ધિ પર સ્માર્ટ સિટીનો 'વહીવટ' કરી રહ્યા છે જેના કારણે શહેરમાં ચોતરફ અવ્યવસ્થાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. વડોદરાના પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા મહત્વના શાસ્ત્રી બ્રિજના ગેંડા સર્કલ તરફના છેડે સોમવારે સવારે કોઇ પણ જાતની સૂચના અને જાહેરાત વગર કોન્ટ્રાકટરે મોટો ખાડો ખોદીને બુલડોઝર અને ટ્રક જેવા હેવી વ્હિકલ ખડકી દેતા ફતેગંજથી અલકાપુરી તરફ જતો ટ્રાફિક રોકાઇ ગયો હતો અને સવારે ૧૦ થી ૧ ના પીક અવર્સમાં લોકો ભારે ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા.ભર તડકામાં લોકો ૩ કલાક સુધી ટ્રાફિકમાં શેકાયા હતા પરંતુ ટ્રાફિકને યથાવત કરવા માટે કોઇ ફરક્યુ ન હતું. કોન્ટ્રાક્ટરે વાહનો હટાવતા પરિસ્થિતિ યથાવત બની હતી. આશ્ચર્ય એ વાતનું હતુ કે પંડયા પુલથી ૨૦૦ મીટરના જ અંતરે ગેંડા સર્કલ પાસે ટ્રાફિક પોલીસનું ટોળુ ઉભુ ઉભુ માત્ર દંડ ઉઘરાવવાની કામગીરી કરી રહ્યું હતું ટ્રાફિક નિયમન માટે ત્યાંથી એક પણ ટ્રાફિક કર્મચારી આ તરફ આવ્યો ન હતો.

(5:47 pm IST)