Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

વડોદરાના રેસકોર્ષ વિસ્તારમાં હોટલના ગેરકાયદે થતા પ્રદૂષણથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

વડોદરા:શહેરના રેસકોર્ષ વિસ્તારમાં હરિભક્તિ સોસાયટીમાં આવેલા નિર્મલબાબુ કોમ્પલેક્સના રહીશો આગળના કોમર્શિયલ કોમ્પલેક્સની હોટલના કર્મચારીઓના અવાજ તેમજ ગેરકાયદે એક્સટેન્શન કરી મુકવામાં આવેલા ગેસ બોટલો અને એસીના યુનિટોના પ્રદુષણથી ત્રાસી ગયા છે. 

ચકલી સર્કલ પાસે આવેલા આ કોમ્પલેક્સના આગળના ભાગે કોમર્શિયલ બિલ્ડીંગ આવેલી છે અને રહેણાંક મકાનો તરફ મોટા ભાગે ખાણીપીણીની હોટલો રેસ્ટોરન્ટોના માલિકો દ્વારા ગેરકાયદે એક્સટેન્શન કરી રસોડું બનાવી ગેસના બોટલો બહાર મુકી રસોઇ બનાવાતી હોય છે જેના કારણે  હવાનું સતત પ્રદૂષણ થાય છે. હોટલોના માલિકો દ્વારા એસી યુનિટ પણ રહેણાંક મકાનો તરફ રાખ્યા  હોવાથી યુનિટમાંથી ફેંકાતી ગરમ હવા ઘરમાં ફેંકાય છે.

(5:46 pm IST)