Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

વડોદરા: ગુજરાત મેલના એસી કોચમાંથી ગઠિયો મહિલાનું પર્સ આંચકી છૂમંતર.....

વડોદરા:ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચના બંધ કુપેમાંથી સોના અને ડાયમંડના દાગીના, રોકડ મળી બે લાખની મત્તાનુ લેડીસ પર્સ આંચકી કોઇ ગઠિયો ફરાર થઇ ગયો હતો.

અમદાવાદના એલીસબ્રીજ વિસ્તારમાં જલારામ મંદિર રેલવે ક્રોસીંગ નજીક સાગર સમ્રાટમાં રહેતા તેમજ કલર કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા ભાવેશ કાંતિલાલ શાહ અને તેમના પત્ની મુંબઇથી અમદાવાદ આવવા માટે ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનના એચ-૧ કોચમાં ડી કુપેમાં પ્રવાસ કરતાં હતાં. રાત્રિ મુસાફરી હોવાથી પતિ અને પત્ની ઊંઘી ગયા હતાં.

(5:46 pm IST)