Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

વડોદરાના નિઝામપુરામાં પ્રેમ પ્રકરણમાં સગીરાનું અપહરણ કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

વડોદરા: શહેરના નિઝામપુરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં બબ્બે વખત સગીર યુવતીનું અપહરણ કરનાર યુવક સામે પોલીસે અપહરણનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. 

નિઝામપુરા વિસ્તારમાં રહેતી સગીર કન્યા વીસ દિવસ પહેલા ઘર છોડીને ચાલી જતા તેની તપાસ કરાઈ હતી. આ યુવતી આકાશ નામના યુવકના પ્રેમમાં હોવાની વિગતો મળતા તેના પરિવારજનો યુવતી પરત લઈ આવ્યા હતા.

ઉપરોક્ત બનાવમાં તા.19 મીએ ફરીથી યુવતી ગુમ થતા તેની શોધખોળ કરાઇ હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે આ બનાવ અંગે યુવતીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા યુવતી પરત ફરી છે. પોલીસની તપાસમાં નિઝામપુરા આંબેડકર ચોકમાં રહેતા આકાશ સોલંકી નામના યુવકે તેનું અપહરણ કર્યું હોવાની વિગતો બહાર આવી છે.

(5:46 pm IST)