Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સુરતની તાપી નદીમાંથી જળકુંભી અને લીલ કાઢવાના કોન્ટ્રાક્ટર પાસેથી બિલ પાસ કરાવવા રૂૂ.પ૭ હજારની લાંચ માંગનાર કોર્પોરેશનનો ટેકનિકલ આસિસ્ટન્ટ ભીખુ પટેલ ઝડપાયો

સુરત: સુરતના તાપી નદીમાંથી જળકુંભી અને લીલ કાઢવાના કોન્ટ્રાકટર પાસેથી બિલ પાસ કરાવવા માટે રૂ. 57 હજારની લાંચ લેનાર મનપાના ટેકનિકલ આસિસ્ટન્ટને એસીબીએ રંગે હાથે ઝડપી પાડયો હતો.

સુરત એસીબીને ફરિયાદ મળી હતી કે, રાંદેર ઝોનમાં આવેલા તાપી નદીમાં જળકુંભી અને લીલ કાઢવાના કોન્ટ્રાકટ ચલાવનાર શખ્સ પાસેથી મનપા હાઇડ્રોલિક વિભાગના ટેકનિકલ આસિસ્ટન્ટ ભીખુ પટેલ દ્વારા લાંચ માંગવામા આવી હતી. કામના કલાકો વધારવાની સાથે બિલ પાસ કરાવવા માટે કોન્ટ્રાકટર પાસેથી રૂ. 57 હજારની લાંચ માંગી હતી.

જો લાંચની રકમ આપવામાં નહી આવે તો બિલ પાસ નહીં કરે તેવી ધમકી ઉચ્ચારવામા આવી હતી. કોન્ટ્રાકટરની ફરિયાદના આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામા આવ્યુ હતુ. જ્યાં લાંચની રકમ સ્વિકારતા ભીખુ પટેલને એસીબીની ટીમે રંગે હાથે ઝડપી પાડયો હતો.

(5:40 pm IST)