Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

દાહોદના ખરેડી ગામે ઘરમાં સંતાડેલી બે દેશી બનાવટના કટ્ટા સાથે અકો ઉર્ફે આકાશ ઝડપાયો

ઘાસના ઢગલામાં સંતાડી રાખેલા દેશી બનાવટના બે તમંચા મળ્યા

દાહોદ :શહેરમાં બનતા ગુનાઓને અટકાવવા તેમજ તેને ડામવા માટે જીલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન મુજબ દાહોદ રૂરલ પોલીસ ખરેડી વિસ્તારમાં રાત્રિના સમયે કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી.તે સમયે દાહોદ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે ખરેડીના ગામતળ ફળીયામાં રહેતો અકો ઉર્ફે આકાશ છગન નિનામા તેના ઘરે દેશી બનાવટના દેશી તમંચા રાખે છે તેવી બાતમી મળતા જ દાહોદ તાલુકા પોલીસ તેના ઘરે પહોચી ગઈ હતી અને ત્યાં ઝડતી તપાસ કરતા આકાશના ઘરના પાછળના ભાગે ઘાસના ઢગલામાં સંતાડી રાખેલા દેશી બનાવટના બે તમંચા મળી આવ્યા હતા.દાહોદ રૂરલ પોલીસે અકો ઉર્ફે આકાશ નિનામાની ઘરપકડ કરી તેની વિરૂદ્ધ હથિયાર રાખવાના આમર્સ એક્ટ કલમ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી

(1:30 pm IST)