Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

ભરૂચ એલસીબીએ કારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો :એક આરોપીની ધરપકડ

વિદેશી દારૂના ૩૬૬ નંગ પાઉચ અને કાર મળી ૨.૪૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ એલસીબીએ અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ યુપીએલ કંપની સામેથી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે એક બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 મળતી વિગત મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ વાલિયા ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી ઈન્ડીકા કાર નંબર એમ. એચ. ૦૪. જીડી.૧૮૫૯માં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થવાની છે.

 આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઉભી હતી.દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે થોભાવવાનો ઈશારો કરતા ચાલકે કાર પોલીસને જોઇ હંકારી મુકતા પોલીસે ફિલ્મી ધબે તેનો પીછો કરી યુપીએલ કંપની પાસેથી આ વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી હતી. પોલીસે કારમાંથી વિદેશી દારૂના ૩૬૬ નંગ પાઉચ અને કાર મળી કુલ ૨.૪૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દમણના ભીમપોર પટેલ ફળિયામાં રહેતા બુટલેગર મિલન ગજાનંદ પટેલ અને એક કિશોરને ઝડપી પાડી પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:25 pm IST)