Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

શ્રી સ્વામીનારાય ગાદીના આચાર્ય શ્રી પુરૂષોતમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ એક લોકોતર પ્રતિભા

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજનો ૭૭મો સદ્ભાવ પર્વ આજે ર૮ મી મેના સાંજે ૭-૩૦ વાગ્યે દહીંસરા (ઘનશ્યામનગર) ખાતે ઉજવાશે

અમદાવાદ : સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની અનુગામીનાએ નાદવંશ ગુરૂપરંપરામાં યોગીન્દ્રવર્યશ્રી ગોપાળનંદ સ્વામીબાપા, અજોડ મૂર્તિ શ્રી નિગુર્ણદાસજી સ્વામીબાપા, નીડર સિધ્ધાંતવાદી શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામે બાપાશ્રી સ્વામિનારાય ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણશ્રી મુકતજીવન સ્વામીબાપા અને વર્તમાન સમયે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અસંખ્ય મુમુક્ષઓના જીવનતરને સાર્થક બનાવી રહ્યા છે. તેઓશ્રીના પાવનકારી સાન્નિધ્ય, સત્સંગ અને પ્રસંગથી અગણિત જીવોએ જીવનને કૃતાર્થતાર્થી છલકાતુ અનુભવ્યું છે.

પરમ પુજય આચાર્ય સ્વામીજી મહારાજની સહજ સરલ્તાએ લાખો મુકતના જીવનને નુતન દિશા આપી છે. ઉપરાંત સત્સંગમાં આવેલા સહુનો સ્નેહ ભાવથી સ્વીકાર એ તેઓશ્રીની સહજ લાક્ષણિકતા છે. તેઓશ્રીના પ્રેમ, પવિત્રતા પ્રભુનિષ્ઠાની પ્રતિભાથી અસંખ્ય પરિવારો નિવ્યર્સની અને સત્સંગ પરાપણ બન્યા છે.

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે વિશ્વમાં શાંતિ બની રહે તે માટે સક્રિય રહી સામાજીક પ્રવૃત્તિઓ સહિત નાતજાતના ભેદભાવથી પર રહીને અઢારે આલમને સમદ્રષ્ટિથી નિહાળ્યા છે. સનાન વૈદિક ધર્મમાં ઉદારતાના પાઠ ગુરૂદેવ શ્રી મુકતજીવન સ્વામીબાપા પાસેથી મેળવી છેલ્લા પચાસ વર્ષથી વિશ્વ શાંતિ માટેના પ્રયત્નો દેશ-વિદેશમાં છબીસ લાખ કિલોમીટર વિચરણ કરી કર્યા છે.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મુંગા, વનવગડાના પુશઓ માટે ઘાસ વિતરણ, પાણી, પર્યાવરણ રક્ષણ માટે દેશ-વિદેશમાં વૃક્ષોના વાવેતર તેમજ તેના ઉછેર માટે મહિલા ઉત્કર્ષ માટે, કિડની ડોનેશ કુદરતી કે માનવ સર્જીત આપતિઓમાં અસરગ્રસ્તો માટે વ્યવસ્થા કરવા માટે હંમેશ અગ્રેસર રહેલા એવા એક પરમ પૂજય આચાર્ય સ્વામીજી મહારાજની એક લોકોત્તર પ્રતિભા છે.

એટલે તો લબ્ધ પ્રતિષ્ઠિત સંતો મહંતોએ તેઓશ્રીને ધર્મ રક્ષક, સેવા મુર્તિ પર તપઃ વેદ રત્ન તથા જાપાન દ્વારા વર્લ્ડ પીસ એમ્બેસેડર એવોર્ડ આદિ વિવિધ અનેક પદવીઓથી નવાજયા છે. પ.પૂ. સ્વામીજી મહારાજનો ૭૭ મો સદ્વ પર્વ દહીંસરા (ઘનશ્યામનગર) ખાતે તા. ર૮-પ-૧૯ના રોજ સાંજે ૭-૩૦ કલાકે ઉજવાશે.

(12:13 pm IST)