Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

કાલે યુનિસેફ ઇન્ડિયા દ્વારા મનસુખ માંડવિયાનું સન્માન

માત્ર અઢી રૂપિયામાં સેનેટરી નેપકીન, ૧ વર્ષમાં ૧૦ કરોડ વેચાયા

રાજકોટ તા. ર૮: કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા સામાજિક બદલાવ માટે વિવિધ પહેલવૃતિ માટે જાણીતા છે, અગાઉ ૩ જેટલી પદયાત્રા થકી લોકોમાં જાગૃતિ ઉભી કરવામાં સફળ રહેલ તેમના હસ્તકના ફાર્મા મંત્રાલય દ્વારા છેલ્લા ૪ વર્ષમાં પર૦૦ થી વધારે 'જન ઔષધી કેન્દ્રો' ખોલવામાં આવેલ છે. જેમાં દેશના કરોડો દર્દીઓને સસ્તી અને ગુણવત્તાયુકત દવાઓ મળે છે.

આ યોજના હેઠળ દેશની મહિલાઓને ઉત્તમ ગુણવતાના સેનેટરી નેપકીન તદન નજીવી કિંમતે વેચવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ૧ વર્ષ પહેલા 'સુવિધા' સેનેટરી નેપકીન વેચવાનું ચાલુ કરાવેલ છે. ૪ સેનેટરી નેપકીનનું એક પેક માત્ર રૃા. ૧૦ માં વેચવામાં આવે છે. માત્ર એક વર્ષનાં સમયગાળા દરમિયાન ૧૦ કરોડ જેટલા પેડ વેચાઇ ગયેલ છે.

સુવિધા સેનેટરી નેપકીન અને પેકિંગમાં વપરાતું પ્લાસ્ટિક 'ઓકઝો-બાયોડીગ્રેડેલ' ટેકનોલોજીથી બનાવેલ છે, જે વપરાયા પછી બાયોડીગ્રેડ થઇ જાય છે. સુવિધા સેનેટરી નેપકીન દેશની પ્રથમ બ્રાંડ છે જેમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ હોઇ, પર્યાવરણની જાળવણી સાથે દેશની મહિલાઓને સસ્તા અને ઉત્તમ ગુણવત્તાના સેનેટરી નેપકીન મળે તે દિશામાં કરેલ પ્રદાન બદલ યુનિસેફ-ઇન્ડિયા દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાનું સન્માન કરવામાં આવનાર છે.

યુનિસેફ દ્વારા આ વર્ષને 'મેન ફોર મેન્સ્ટુએશન'ની થીમ હેઠળ ઉજવવામાં આવી રહેલ છે. ત્યારે તા. ર૯ મે ર૦૧૯ વર્લ્ડ મેન્સ્ટુઅલ ડે ના દિવસે અમદાવાદ ખાતે આ ક્ષેત્રે કરેલ પ્રદાન બદલ કેન્દ્રીય મંત્રીશ્રી માંડવિયાનું સન્માન કરવામાં આવશે.

(11:50 am IST)