Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

અમદાવાદમાં એપલના શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા :થેફ્ટ સિક્યુરિટી સાઈરન હોવા છતાં લાખોનાં મોબાઈલ ચોરાયા

લાખો રૂપિયાના મોબાઈલ અને હાર્ડવેરના સ્પેરસ્પાર્ટ ચોરી

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી એપ્પલ કંપનીના શો રૂમમાંથી તસ્કરો લાખો રૂપિયાના મોબાઈલ અને હાર્ડવેરના સ્પેરસ્પાર્ટ ચોરી થઈ છે. તસ્કરોએ શો રૂમનું બંને બાજુ શટર ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો. જોકે થેફ્ટ સિક્યુરિટી સાયરન ચાલુ થઈ ગયુ હોવા છતાં ચોર કઈ રીતે ચોરી કરી ફરાર થયા અને સવારે ૧૦ વાગ્યા સુધી કેમ કોઈને સાયરન ન સંભળાઈ તેના પર સવાલ ઉભા થયા છે.

બોડકદેવ વિસ્તારમાં એશિયન સ્કવેરમાં આઇવિનસ નામનો એપ્પલનો સ્ટોર આવેલો છે. સ્ટાફ રાબેતા મુજબ સ્ટોર બંધ કરી ઘરે ગયા હતા. સવારે સ્ટાફે આવીને જોતા લોકનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. શટર ઊંચું કરી અંદર કરી જોતા કાચનો દરવાજો ખુલ્લો હતો અને થેફ્ટ સાયરન ચાલુ હતું. સ્ટાફના લોકોએ મેનેજર અને પોલીસને જાણ કરી હતી.

  વસ્ત્રાપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તસ્કરો સ્ટોરમાંથી ૪૦ લાખના એપલના મોબાઈલ અને હાર્ડવેર અને રોકડા રૂ. ૧.૫૦ લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્ટોરમાં અંદર અને બહાર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

(11:15 pm IST)