Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

અરવલ્લીના ખંભીસરમાં વરઘોડા વિવાદ: આરોપીઓના આગોતરા જામીન મોડાસા સેસન્સ કોર્ટ ના મંજૂર કર્યા

અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસર ગામે વરઘોડો કાઢવા મામલે થયેલા ઘર્ષણને લઇને મોડાસા સેસન્સ કોર્ટે આરોપીઓના આગોતરા જામીન ના મંજૂર કર્યા છે. ખંભીસર ગામે દલિત સમાજ દ્વારા વરઘોડો કાઢવાને લઇને કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો, અને ત્યારબાદ પરિસ્થિતિ વણસી હતી. આ સમગ્ર મામલે કેટલાક લોકો વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપીઓ દ્વારા આગોતરા જામીન માટે અરવલ્લી જિલ્લા સેસન્સ કોર્ટમાં અરજી કરાઈ હતી, જો કે આ સમગ્ર મામલે પીસ્તાળીસ આરોપીઓના આગોતરા જામીન મોડાસા સેસન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે.

(9:59 pm IST)