Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

અમદાવાદની એપલ ચિલ્ડ્રન હોસ્પિટલનું બી યુ પરમિશન કેન્સલ કરાયું :સાત દિવસમાં ખાલી કરવા નોટીસ ફટકારાઇ

તાજેતરમાં ઉપલા માળે કેન્ટીનમાં આગ લાગી હતી આખો શેડ બળીને ખાખ થયેલો

અમદાવાદ : સુરતમાં અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિ,તંત્ર સફાળું જાગ્યું છે એએમસીના એસ્ટેટ વિભાગે પરિમલ ગાર્ડન પાસેની  એપલ ચિલ્ડ્રન હોસ્પિટલનું બી.યુ પરમિશન રદ કરી દીધું છે. સાત દિવસમાં હોસ્પિટલ ખાલી કરી દેવાની નોટિસ પણ આપી છે હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે.

 

    અત્રે ઉલ્લેખનીય છે કે એપિલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા ઉપરના માળે આવેલી કેન્ટીનમાં આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં રહેલા બાળકોને તાત્કાલિક બહાર કાઢવાની ફરજ પડી હતી.
   આગના કારણે કેન્ટીન ઉપર રહેલો આખો શેડ બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાના કારણે એએમસી એસ્ટેટ વિભાગે હોસ્પિટલ ઉપર કાર્યવાહી કરી છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો

(8:55 pm IST)