Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

જીતુ વાઘાણીની માતા પર વિરજી ઠુમ્મરની અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાજપ મહિલા મોર્ચા દ્વારા દેખાવો

સુરતના ઠુમ્મરનાં પૂતળાને ચપ્પલ ફટકારાયા :જામનગરમાં પૂતળા દહન :અરવલ્લીમાં પૂતળાને જૂતાંનો હાર પેહરાવ્યો

 

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના માતા સંદર્ભે કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમ્મર દ્વારા બોલાયેલા અભદ્ર શબ્દોને લઈને ભાજપ મહિલા મોર્ચા દ્વારા રાજ્યભરમાં દેખાવો કરાયા હતા રાજ્યમાંઠેર-ઠેર ભાજપના કાર્યકરોએ વિરજી ઠુમ્મરનો વિરોધ કર્યો હતો.

   સુરત ભાજપ મહિલા મોર્ચાની મહિલાઓ દ્વારા ઉધના દરવાજા ખાતે ભેગા થઈ ને વિરજી ઠુમ્મર દ્વારા બોલવામાં આવેલા શબ્દો ને વખોડી કાઢવામાં આવ્યા હતા.અને વિરજીના પૂતળા ને ચપ્પલોથી માર મારવામાં આવ્યો હતો. વિરજી ઠુમ્મર દ્વારા જીતુ વાઘાણીની માતા માટે બોલાયેલા શબ્દોને લઈને મહિલા મોર્ચા દ્વારા પ્રદર્શન કરાયું હતું  કાર્યક્રમમાં સુરત મહિલા મોર્ચાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

    જામનગર શહેર ભાજપ મહિલા મોરચાએ વિરજી ઠુમ્મરના પુતળાનું દહન કરીને વિરોધ દર્શાવ્યો હતો.જયારે અરવલ્લીમાં ભાજપ મહિલા મોરચા દ્વારા વિરજી ઠુમ્મરના વિવાદિત નિવોદનનો વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલા કાર્યકરોએ વિરજી ઠુમ્મરનું પુતળુ બનાવીને તેને જુત્તાનો હાર પહેરાવીને વિરોધ દર્શાવ્યો હતો .

(11:01 pm IST)